રાજકોટ મનપાની બેદરકારી, 10 વર્ષથી બનાવેલ આવાસોની નથી કરાઈ ફાળવણી - not allotted accommodation for 10 years

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 29, 2020, 4:31 AM IST

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વર્ષ 2010માં બનાવવામાં આવેલ 360 જેટલા આવાસો હજુ સુધી લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા નથી. જ્યારે મનપા દ્વારા વારંવાર શહેરીજનોને પોતાના ઘરનું ઘર મળે તેવી જાહેરાત કરવામાં આવતી હોય છે. ત્યારે મનપાની આ ગંભીર બેદરકારી સામે આવતા હાલ ચર્ચાનો વિષય બની છે. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 360 આવાસોને મેન્ટન્સ કરવા માટેની અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ દ્વારા આ દરખાસ્તને હાલ નામંજૂર કરવામાં આવી હતી અને હજુ સુધી કોઈ લાભાર્થીને આવાસ કેમ નથી ફાળવવામાં આવ્યા તે અંગેનો જવાબ માંગવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.