રાજકોટનું લાલપરી તળાવ ઓવરફ્લો, 6 લોકોનું રેસ્ક્યુ કરાયું - રાજકોટ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે રાજકોટના આસપાસના વિસ્તારોમા પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને આસપાસના વિસ્તારોના નદી, તળાવો પણ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા. જ્યારે ભારે વરસાદને પગલે લાલપરી તળાવ પણ ઓવર ફ્લો થયું હતું. ત્યારે અહીં ફસાયેલા 6 જેટલા લોકોનું રાતના સમયે રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને પાણીની વચ્ચેથી 6 જેટલા લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા.