રાજકોટમાંથી ગુમ થયેલી 6 વર્ષની બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો - વૃદાવન ગ્રીનસીટી
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં તહેવાર દરમિયાન બાળકીનું ગળું કાપીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રાજકોટના વાવડી ગામ નજીક આવેલી વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પરથી આ બાળકી ગુરૂવારે બપોરના સમયે ગુમ થઈ હતી. જે અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે શુક્રવારે સાઇટ નજીકથી બાળકીનું ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બાળકી બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતા અરવિંદભાઈ અમલિયારની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.