જયંતિ રવિએ રાજકોટ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત કોરોનાના કેસ વધતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ ગઈકાલથી રાજકોટની મુલાકાતે છે. ત્યારે રવિવારે તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે કોરોનાના કેસને લઇને સમીક્ષા બેઠક યોજી હતી. જયંતિ રવિ મંગળવારે અચાનક જ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં અંદર જતી વખતે અચાનક બહાર પડેલી 108ને જોઈને જયંતિ રવિએ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તમામ આરોગ્યકર્મીઓને ફિલ્ડમાં રહેવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આગામી પાંચ દિવસ સુધી જયંતિ રવિ રાજકોટમાં રોકાવાના હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય કોરોના સંક્રમણ રોકવા માટે 10 ડોક્ટરની સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે. જે સીધી જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની દેખરેખ હેઠળ કામ કરશે.