જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી - Rainfall forecast
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ શહેરમાં સોમવાર બપોરથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર માર્ગો પર પાણી જોવા મળી રહ્યું હતું. સોમવાર સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે પણ આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે ત્યારે અચાનક પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.