વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં કેનેરા બેન્કના ATM માંથી રોકડ ઉઠાવી લેતી ગેંગના શંકાસ્પદ સાગરીતો ઝડપાયા - Vadodara Crime News
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ સુભાનપુરા વિસ્તાર નજીકના કોમ્પલેક્ષમાં આવેલા કેનેરા બેન્કના ATMમાં ગત કેટલાક સમયથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાની વિગતો બેંગ્લોર ખાતેની હેડ ઓફીસમાંથી મળતા બેન્ક કર્મચારીઓએ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ યુવક ATM મશીનમાંથી રૂપિયા કાઢી જતો નજરે પડતા તેની વધુ તપાસ કરાઈ હતી. જે દરમિયાન તે વારંવાર આ રીતે રૂપિયા કાઢી જતો હોવાનું જણાઈ આવતા બેન્ક કર્મચારીઓએ વોચ રાખી 10મીએ સાંજે ત્રણ શંકાસ્પદ યુવકો ATMની અંદર આવ-જા કરતા નજરે પડતા ત્રણેયને પકડ્યા હતા. જો કે, એક શખ્સ ભાગી છૂટ્યો હતો, જ્યારે હરિયાણાના મેવાત ખાતેથી આવેલા તેના 2 સાગરીતો શાહુકાર મહેમુદ ખાન પઠાણ તેમજ જાવેદ ઇદ્રીશ ખાન પઠાણ ઝડપાઈ જતા તે બન્નેને પોલીસને હવાલે કરવામાં આવ્યાં હતા.