DPS શાળાની વિવાદિત જમીન મુદ્દે પ્રા.શિક્ષણ વિભાગના અગ્રસચિવે આપ્યું નિવેદન - ગાંધીનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા DPS સ્કૂલના મેદાનમાં નિત્યાનંદ આશ્રમને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જે અંગે શનિવારે રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવે DPS સ્કૂલ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે," DPS શાળાની સંપૂર્ણ જમીન સ્કૂલ કે ટ્રસ્ટના નામે નથી, પરંતુ એક ખેડૂતના નામે છે. કેલોરેક્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી દ્વારા DPS મામલે મંજૂરી મેળવવાની અરજી કરાઈ હતી. જેને 4 ફેબ્રુઆરી 2012ના રોજ યોગ્ય પુરાવાના અભાવે શિક્ષણ વિભાગે NOCની નામંજૂર કરી હતી. જો કે, 2010ની અરજીને આધારે CBSE પાસેથી મંજૂરી મેળવી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અંગે રાજ્ય સરકારે CBSEનું પણ ધ્યાન દોર્યુ હતું. DPS શાળાની પરવાનગી રદ્દ કરવા માટે CBSEને જાણ કરવામાં આવી છે. સાથે જ શાળા બંધ થતાં 850 વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની કરવાની ખાતરી આપી છે.