સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ ગટરના પાણીથી ત્રસ્ત લોકોનો હોબાળો
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ વઢવાણ નગરપાલિકા હેઠળ આવતા 80 ફુટ રોડ ઉપર અયોધ્યા પાર્ક અને સિલ્વર પાર્ક તેમજ કર્ણાવતી પાર્ક સહિત આસપાસના વિસ્તારોના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રસ્ત આવી રજૂઆત અર્થે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. રજૂઆત કરતી મહિલાઓએ અધિકારીઓનો ઉધડો લઈને ઉગ્ર રજુઆત કરતાં પોલીસ પણ દોડી આવી હતી, રોષે ભરાયેલી મહિલાઓએ કલેક્ટર કચેરીમાં નીચે બેસી જઈ ગટરના ગંદા પાણીના નિકાલની માંગ કરી હતી, પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા એ ડિવિઝન PI, PSI સહિત પોલીસ કાફલોએ દોડી જઇને વ્યવસ્થા સંભાળી હતી. બાદમાં સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસરે દોડી આવી સ્થળ મુલાકાતની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ ગટરના ગંદા પાણી બાબતે અવારનવાર ધારાસભ્ય અને પાલિકાને લેખિત રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતાં આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિક રહીશોએ દહેશત વ્યક્ત કરી હતી. તેમજ પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતા શુદ્ધ પીવાનું પાણી વિતરણ કરવાની પણ માંગ કરી હતી.