ભાવનગરમાં કોની સરકાર? મતગણતરીને લઇને સવારે 08ઃ30 વાગ્યાની સ્થિતિ - today latest news in Gujarati
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.66 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતણતરી આજે મંગળવારે થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો છે. જેમાંથી 26 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ ભાવનગરમાં કુલ 5, 24, 755 મતદારો હતા. જે પૈકી 2, 70, 501 પુરુષો, 2, 54, 225 મહિલા અને 29 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.