આગામી દિવસોમાં જૂનાગઢને મળી શકે છે એશિયાના સૌથી મોટા રોપ-વેની ભેટ - રોપ વે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2020, 2:27 PM IST

જૂનાગઢઃ ઓસ્ટ્રેલિયાના ઈજનેરો દ્વારા રોપ-વેની કામગીરીનું કામ બારીકાઇથી કરાયું છે. આગામી દિવસોમાં જૂનાગઢ અને ગિરનાર પર એશિયાનો સૌથી મોટો રોપવે જોવા મળશે. છેલ્લા 30 કરતા વધુ વર્ષથી વિલંબમાં ચાલી રહેલી ગિરનાર રોપ-વે પરિયોજના હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. શરૂઆતથી જ રોપ વેના કામ પર નજર રાખી રહેલા ઓસ્ટ્રેલિયાના ઈજનેરો હવે રોપ વેની કામગીરીને અંતિમ તબક્કા તરફ લઈ જઇ રહ્યા છે. છેલ્લા 30 કરતા વધુ વર્ષોથી ગિરનાર રોપ-વે પરિયોજના કોઈ કારણોસર વિલંબમાં પડ્યો હતો. ત્યારે વર્ષ 2017 બાદ આ યોજનામાં કામ આગળ વધ્યું અને આ યોજના બિલકુલ પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે.આગામી દિવસોમાં આ રોપ વે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવે તે અગાઉ ટેકનિકલ સહિત તમામ કામની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.