રાજકોટમાં આજીડેમ નજીક બિનવારસી બેગ મળી આવ્યું, મોકડ્રિલ યોજાઈ - An Unknown bag was found near Ajidem in Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરના આજીડેમ ખાતે શુક્રવારે સવારે રાજકોટ દૂરદર્શન કેન્દ્ર પાસે બિનવારસી બેગ મળી આવવાની ઘટના સામે આવી હતી. જેને લઈને અહીંના સિક્યુરિટી અધિકારી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને આ સમગ્ર મામલાની જાણ કરી હતી. ત્યારબાદ કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા આ મુદ્દે પોતાના ઉપરી અધિકારીઓ તથા આજીડેમ પોલીસ, DCB, SOG, BDDS, ટ્રાફિક તથા ફાયરબ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી અને સત્વરે તમામ અધિકારીઓ, કર્મચારીઓ દૂરદર્શન કેન્દ્ર ખાતે પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો હતો. BDDS દ્વારા આ બેગને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી. તેની તપાસ કરતા અંદરથી કોઇપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. ત્યારબાદ આ સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસતંત્ર દ્વારા ઘટનાને મોકડ્રિલ જાહેર કરાઈ હતી.