અમદાવાદ મનપાના વિપક્ષ નેતા પહોંચ્યા એલ.જી. હોસ્પિટલ, AMC પર કર્યા પ્રહાર - નાનુકાકા ફેક્ટરી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ મનપા કોંગ્રેસના કાર્યકારી નેતા તોફિક પઠાણ એલ.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા અને અમદાવાદમાં બનેલી ફાયરની ઘટના પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમને જણાવ્યું કે, આ ઘટના બાદ સરકારે ગેરકાયદેસરના બાંધકામો દૂર કરવા જોઇએ અને આ ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લેવી જોઇએ, જ્યારે આટલી મોટી ઘટના બની છે છતા ભાજપના કોઇ શાસકો ઘટના સ્થળે કે હોસ્પિટલ પર પહોચ્યા નથી એ વાત ધૃણાસ્પદ છે. જ્યારે મનપા કોર્પોરેશન પર પ્રહાર કરતા કહ્યું કે, કોર્પોરેશને પણ આ ઘટનામાં બેદરકારી દાખવી છે, કોર્પોરેશને ફાયર સેફ્ટીને લઇને કોઇ પગલા લીધા નથી.