ભારત બંધના એલાનને સફળ બનાવવા કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વેપારીઓને કરી હતી અપીલ - ભારત બંધ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પાસ કરવામાં આવેલા સંશોધન કૃષિ બિલને લઈને પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યના ખેડૂતો દિલ્હીમાં છેલ્લા બાર દિવસથી આંદોલન પર ઊતરી ગયા છે. કેન્દ્ર સરકાર સાથે છેલ્લા કેટલાક દિવસોમાં આંદોલનકારી ખેડૂતોએ બે કરતાં વધુ વખત બેઠક યોજાઇ ગઇ હતી પરંતુ તેમાં કોઇ નક્કર નિર્ણય નહિ કરવામાં આવતા આંદોલનકારી ખેડૂતોએ આજે ભારત બંધ'નું એલાન આપ્યું છે. જેના ખુલ્લા સમર્થનમાં કોંગ્રેસ સામે આવી છે અને બંધને સફળ બનાવવા અપીલ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા જે પ્રકારે કૃષિ સંશોધન બિલને લઈને ભારત બંધનું એલાન આપ્યું છે તેના સમર્થનમાં હવે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ આવ્યા છે. તેમણે વિડિયો સંદેશ મારફત જૂનાગઢ જિલ્લાના તમામ વેપારીઓ અને લોકોને બંધમાં જોડાવવા અને બંધને સફળ કરવા માટે વિનંતી કરી હતી. જે પ્રકારે છેલ્લા 12 દિવસથી દેશનો ખેડૂત રાજધાનીમાં આંદોલન પર ઊતરી ગયો છે ત્યારે ખેડૂતોના હમદર્દ બનવા માટે વેપારી અને સામાન્ય લોકોને બંધમાં જોડાઈને ખેડૂતોનું સમર્થન કરવા માટે ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વિનંતી કરી હતી.