મહિલા હાથમાં સાપ લઇ ફૂંફાડો મારી ઊઠીઃ કારણ હતું Vaccination જાણો અજમેરમાં શું થયું? - રસીકરણ
🎬 Watch Now: Feature Video
કોરોના રસીકરણ વિશે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ભય છે. એવો એક કેસ અજમેરના નાગેલાવમાં જોવા મળ્યો હતો. રસીકરણ ટીમ કાલબેલિયા સમાજના વસવાટના સ્થળે પહોંચી હતી. તેમને જોઇને એક મહિલા હાથમાં સાપ લઇને સામી પડી હતી. મહિલા રસીકરણ કરાવવાનો વિરોધ કરી રહી હતી. તેણે તબીબી ટીમને ધમકાવી કે જો તેઓ રસી લગાવશે તો તે સાપ કરડાવશે. આ કારણે તબીબી ટીમ ગભરાઈ ગઇ પરંતુ હિંમત હારી નહી. તેમણે મહિલાને સમજાવવાના ભારે પ્રયાસો કર્યાં અને તેને રસી લગાવી. આ પછી ત્યાં વસેલાં સૌનું Vaccination કરવામાં આવ્યું હતું.