મનાલી હિમવર્ષાના લીધે શ્વેત રંગમાં રંગાયું, પર્યટકોમાં આનંદો - બરફવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો
🎬 Watch Now: Feature Video
શિમલા: ઘણા દિવસોથી ઠંડીનું જોર દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યું છે. તેવામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતાં હોય છે. જો ફરવાનો વિચાર આવે ત્યારે આવી ઠંડીમાં લોકો કઇંક ગરમ વિસ્તાર વાળી જગ્યા જ પસંદ કરે છે. પણ શું તમારે જિંદગીનો એક અલગ જ નજારો જોવો છે. હા એક એવી જગ્યા જ્યાં લોકો આવી ઠંડીમાં પણ માણી રહ્યા છે એક ખુશીનો પલ. હિમાચલ પ્રદેશમાં સીઝનની બરફવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. બરફવર્ષાને કારણે પ્રવાસીઓ રોહતાંગ પાસ, સોલાંગ વેલી તેમજ મનાલી સહિતના પર્યટન સ્થળોએ ફસાયા હતાં. ઉંચા પર્વતીય વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ તેમજ બરફવર્ષાને કારણે રાજ્યમાં શીતલહેર વધુ તીવ્ર બની છે. જો કે શિમલા, કુલ્લુ-મનાલી ફરવા આવેલા પ્રવાસીઓ બરફવર્ષા થવાથી રોમાંચિત થઇ ઉઠ્યા હતાં. પ્રવાસીઓએ મનભરીને બરફવર્ષાનો આનંદ માણ્યો હતો.