હરિયાણાના કૈથલમાં રોડ અકસ્માત, 6ના મોત - કૈથલમાં રોડ અકસ્માત
🎬 Watch Now: Feature Video
કૈથલ(હરિયાણા): રાજ્યમાં મ્યોલી ડ્રેન પાસે સ્કોર્પિયો ગાડીનો ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારચાલક સહિત 6 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઉંમર 20થી 26 વર્ષની છે. તેઓ કુરુક્ષેત્રથી પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. હાલ, તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.