કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી છત્તીસગઢથી રાજ્યસભામાં જાય એવી શક્યતા - છત્તીસગઢના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
રાયપુર: છત્તીસગઢમાં રાજ્યસભાની 2 બેઠકો પર સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2020માં પૂર્ણ થવાનો છે. જેથી આ 2 બેઠકોમાંથી 1 બેઠક પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં 90 બેઠકોમાંથી 69 બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે. જેથી પ્રિયંકા અહીંયાથી રાજ્યસભામાં પ્રવેશ કરી શકે છે. આ અંગે છત્તીસગઢના વન પ્રધાન મોહમ્મદ અકબરે જણાવ્યું કે, હાઈકમાન્ડ તરફથી આદેશ આપવામાં આવશે. પ્રિયંકા ગાંધીને માત્ર ફૉર્મ ભરવાનું છે.