કર્ણાટકમાં બસ અકસ્માત, 1નું મોત,25 ઈજાગ્રસ્ત - બસ પલ્ટી
🎬 Watch Now: Feature Video
કર્ણાટકઃ 25 નવેમ્બર બપોરે 2 વાગ્યાની આસપાસ કર્ણાટકનાં હિરીસાવે નજીક બેંગ્લોર-મેંગલોર હાઇવે પર જતી KSRTCની બસ ટનલ તરફ વળતી હતી, ત્યારે સામેથી આવતી કાર સાથે ટક્કર થતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના કારણે હાઇવે પર થોડા સમય માટે અવરજવર અટકી ગઈ હતી. આ અકસ્માતમાં દક્ષિણ કન્નડ જિલ્લા રહેવાસી 28 વર્ષીય અભિષેકનું મોત નિપજ્યું હતું. બસમાં કુલ 46 મુસાફરો હતા, જેમાથી 25થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.