Jai Jagannath: નાળિયેરના લાકડામાંથી બને છે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાનો રથ
🎬 Watch Now: Feature Video
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાનો રથ નારિયેળના લાકડામાંથી બને છે. નારિયેળીનું લાકડું હલકું હોય છે અને તેને સરળતાથી ખેંચી શકાય છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષના નામથી ઓળખવામાં આવે છે. તેને ગરૂડધ્વજ અને કપિધ્વજ પણ કહેવાય છે. આ રથમાં ભગવાનનો સાથે મદનમોહન આપે છે. ભગવાનના રથની ઉંચાઈ 45.6 ફૂટ હોય છે. તેમાં 16 પૈંડા હોય છે. આ લાકડી કુલ 838 ટુકડાથી બનેલી હોય છે. ભગવાનના રથનો કલર લાલ અને પીળો હોય છે અને અન્ય રથોના આકારમાં મોટો હોય છે. આ રથ બલભદ્ર અને સુભદ્રા રથની પાછળ હોય છે. નંદીઘોષના ઘોડાઓના નામ શંખા, સુવેતા અને હરિદશ્વ છે. આ ઘોડાઓનો રંગ સફેદ હોય છે. આ રથના સારથીનું નામ દારુક છે. ભગવાન જગન્નાથના રથ ઉપર હનુમાનજી અને નૃસિંહનું પ્રતિક હોય છે. આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરૂડ છે.
Last Updated : Jul 7, 2021, 6:55 AM IST