thumbnail

જય જગન્નાથ

By

Published : Jul 20, 2021, 7:17 AM IST

મહાપ્રભુ જગન્નાથ, બલભદ્રજી અને દેવી સુભદ્રાને 'અધર પણા' અર્પણ કર્યાના એક દિવસ પછી, 12માં દિવસે શ્રીમંદિરના ગર્ભગૃહમાં દેવી-દેવતાઓના પ્રવેશને નીલાદ્રી વિજય કહે છે. નીલદ્રીએ વિજય રથયાત્રાની સમાપન વિધિ છે. જે દરમિયાન 'પહાંડી' સમારોહ પહેલા સેવકો દ્વારા ભગવાનને રસગુલા અર્પણ કરવામાં આવે છે. મહાપ્રભુ જગન્નાથ, બલભદ્રજી અને દેવી સુભદ્રાને 'ગોટી પહાંડી' શોભાયાત્રામાં 'સંધ્યા ધૂપ' પછી શ્રીમંદિર લઇ જવામાં આવે છે. ગોટી પહાંડી શોભાયાત્રામાં ભગવાન એક પછી એક ચાલેે છે. આનો અર્થ એ છે કે, પ્રથમ ભગવાનના મુકામ સુધી પહોંચ્યા પછી જ, બીજા ભગવાન આગળ વધે છે. મુખ્ય મંદિરમાં પ્રવેશતા પહેલા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર મહાપ્રભુ જગન્નાથ અને મહાલક્ષ્મીના સેવકો વચ્ચે પરંપરાગત સમારોહ યોજવામાં આવ્યો છે. તેનું નામ જય વિજય દ્વાર છે. મહાપ્રભુ જગન્નાથની પત્ની દેવી મહાલક્ષ્મી ગુસ્સે હતા. કારણ કે, તેણી મુખ્ય મંદિરમાં રહી ગઈ હતી અને ગુંડીચા મંદિરની યાત્રાને હિસ્સો ન હતી. તે મહાપ્રભુ જગન્નાથના આગમન પર મંદિરનો દરવાજો બંધ કરે છે અને ફક્ત બલભદ્ર જી, દેવી સુભદ્રા અને સુદર્શનજીને મંદિરમાં પ્રવેશ કરવા દે છે. મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા અને મંદિરમાં પ્રવેશ કરવા માટે, મહાપ્રભુ જગન્નાથ તેમને રસગુલ્લા અર્પણ કરીને ક્ષમા કરવા વિનંતી કરે છે. ખૂબ સમજાવટ પછી મહાલક્ષ્મી મંદિરનો દરવાજો ખોલે છે અને ભગવાન જગન્નાથને અંદર જવા દે છે. આ પછી જગન્નાથજીને મહાલક્ષ્મી પાસે બિરાજમાન કરવામાં આવે છે અને પુન:મિલનની વિધિ કરવામાં આવે છે. અંતમાં મહાપ્રભુ જગન્નાથ રત્ન સિંઘાસના પર ચઢેે છે અને ફરી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે થાય છે. ભગવાનના ઘરે પરત આવતા સમારોહને 'નીલાદ્રી વિજય' અથવા 'નીલાદ્રી બીજે' તરીકે ઓળખવામાં આવે છે. આમ ઐતિહાસિક રથયાત્રા સમાપ્ત થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.