ચિટ ફંડ સુધારો બિલ 2019: રાજ્યસભામાં પાસ - chit funds bill
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ચિટ ફંડ ક્ષેત્રના સુવ્યવસ્થિત વિકાસ અને લોકોને વધુ સારી રીતે નાણાકીય પહોંચ આપવાના હેતુથી લાવવામાં આવેલ ચિટ ફંડ સુધારણા બિલને ગુરૂવારે રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ છે. ચિટ ફંડ બિલને 20 નવેમ્બરે લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે રાજ્યભામાં પણ પાસ થઈ ગયું છે. રાજયસભામાં અનેક મહત્તવના બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ નેતો દિગ્વિજય સિંહ, કેન્દ્રિય પ્રધાન રવિ શંકર પ્રસાદ અને તમિલનાડુના AIADMKના નેતા વિજિલા સત્યાનંતે પણ ચર્ચામાં ભાગ લીધો હતો. સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરે શરુઆત થઈ હતી. 13 ડિસેમ્બર સુધી ચાલશે. સત્ર દરમિયાન 22 બેઠકો થશે. જેમાં 35 જેટલા બિલને વિચારણા કરવામાં આવશે.