રાજનીતિ ! રાજ્યપ્રધાનના ભત્રીજાએ હોમગાર્ડ પ્લાટુન કમાન્ડરને માર મારી ફાડ્યો યુનિફોર્મ - Bareilly Attack Case
🎬 Watch Now: Feature Video
બરેલી : બરેલીના રાજ્યપ્રધાન સ્વતંત્ર પ્રભાર અરુણ સક્સેનાના ભત્રીજા અને તેના સાથી, હોમગાર્ડ પ્લાટુન કમાન્ડર ઓમેન્દ્ર પાલ સિંહ પર હુમલાનો આરોપ (UP Forest Minister Nephew) લગાવતો કેસ દાખલ કર્યો હતો. જેના આધારે પોલીસે પ્રધાના ભત્રીજા અમિત કુમાર અને તેના ભાગીદાર અંકિત વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. હવે પોલીસે આ કેસમાં પ્રધાનના ભત્રીજા અમિત કુમારને મુખ્ય આરોપી બનાવ્યો છે. હવે હોમગાર્ડના પ્લાટૂન (Bareilly Attack Case) કમાન્ડર સાથે પ્રધાનના ભત્રીજા અને તેના સાથી પર હુમલાના મામલામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને પ્રધાનના ભત્રીજા અમિત કુમારની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં તેને જામીન મળ્યા હતા. જ્યારે તેના ભાગીદાર અંકિતની ઘટનાના દિવસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇઝ્ઝત નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય ધીરે જણાવ્યું હતું કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ફરાર પ્રધાનના ભત્રીજાની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં (UP Minister Nephew Accused) રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને જામીન મળ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST