ખરેખર! બિસ્માર રસ્તાના કારણે થઈ રહ્યું છે લોકોનું સન્માન... - Traders Protest in Dharaji
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ધોરાજીના વેપારીઓએ ખખડધજ રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓના સન્માન કરીને તંત્રને અનોખી ચીમકી આપી છે. ધોરાજીના જેતપુર રોડ પર ઘણા સમયથી રોડ રસ્તાઓ (Traders Protest in Dharaji) બિસ્માર હાલતમાં હોય હોવાથી અહીંયાથી પસાર થતા લોકો અને વાહનચાલકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જેથી જેતપુર રોડ પરના વેપારીઓએ ગુલાબનું ફૂલ આપી અહીંયાથી પસાર થતા લોકોનું સન્માન કર્યું છે. તેમજ જણાવેલ છે કે આવા રોડ રસ્તાઓ પર તમે નીકળી રહ્યા છો તે બદલ આભાર વ્યક્ત કરે છે. શહેરના મુખ્ય રસ્તાઓ જેવા કે, જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, મેઈન બજાર, (Roads badshapee in Dhoraji) શાક માર્કેટ રોડ અતિ બિસ્માર હાલતમાં છે, ત્યારે આ બાબતે અહીના સ્થાનિક વ્યાપારીઓ દ્વારા (Respect for pedestrians in stairs) હાલ તો ગુલાબનું ફૂલ આપીને ગાંધીગીરી કરી છે, ત્યારે આ બાબતે વ્યાપારીઓએ જણાવ્યું છે કે, જો તંત્ર દ્વારા વહેલી તકે નિરાકરણ નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST