ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અનોખો ગણેશ મહોત્સવ - ganesh festival 2022
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા સમગ્ર ભારતમાં ગઈકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો, ત્યારે હિંમતનગરના શક્તિ નગરમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિ પણ જોવા મળી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા યોજાયા હતા. ત્યારે હિંમતનગરના શક્તિ નગર વિસ્તારમાં 31માં ગણેશ મહોત્સવ નિમિત્તે દેશભક્તિ જોવા મળી હતી. ગણેશ મહોત્સવના સ્થળ પર મેઈન ગેટથી જ દેશભક્તિ જોવા મળી હતી. તો ગણેશજીનો પંડાલ પણ તિરંગાના રંગમાં જ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગણેશજીની 11 ફુટની પ્રતિમાં પણ તિરંગાના રંગમાં બનાવવામાં આવી છે. તો ઠેર ઠેર તિરંગા લગાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શક્તિ નગર વિસ્તાર કે જ્યાં 31માં વર્ષને લઈને આ વખતે દેશભક્તિ ઉજાગર કરતા ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે. સાથે જ સમગ્ર પંથક કે જ્યા ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યા દેશ ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે.Tirga Decoration ganesh festival 2022 in Himmatnagar, Ganesh Mahotsav in Himmatnagar, ganesh chaturthi 2022, Ganesh Decoration tiranga. Ganesh Mahotsav 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST