વિદ્યાર્થીઓને ભણવા 8 થી 10 કીમી ચાલવુ પડે છે, કોંગ્રેસે કરી બસની માંગ - Congress demands buses
🎬 Watch Now: Feature Video
વાંસદા ના અંતરિયાળ ગામ ખાટાઆંબા વિસ્તારના વિદ્યાર્થીઓ 8 થી 10 કિલોમીટર ઘરેથી પગપાળા ચાલી ને બોરીયાછ ગામે આવેલી સરદાર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા સુધી આ બાળકો પહોંચે છે. આ અંતર કાપવા માટે તેઓને બેથી અઢી કલાકનો સમય લાગે છે, (Students have to walk 8 to 10 km to study due to lack of buses)અને શાળાએ પહોંચ્યા બાદ થાકીને લોથપોત થઈ જતા હોય છે. જેને કારણે તેઓ અભ્યાસમાં રુચિ દાખવી શકતા નથી તેથી, તેની અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પડે છે. શિક્ષકોના જણાવ્યા મુજબ પણ વિદ્યાર્થી બેથી અઢી કલાક ચાલીને જ્યારે ક્લાસમાં આવે છે, અને શિક્ષકો જે કંઈ પણ ભણાવે તેમાં થાક ને કારણે અભ્યાસ માં સહકાર આપી શકતા નથી. વિદ્યાર્થીઓની આ વેદના ધારાસભ્ય અનંત પટેલના ધ્યાને આવતા વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ અને કોંગ્રેસના આગેવાનોએ આ વિદ્યાર્થીઓ સાથે આઠ કિલોમીટર ચાલીને ખાટાઆંબા થી બોરીયાછ સુધી પહોંચ્યા હતા, અને આવનાર સમયમાં તત્કાલ એસટી વિભાગ બાળકોના માટે બોરીયાછ થી કણધા સુધીની બસ સેવા ને ચાલુ કરે એવી માંગ કરી છે. જો બસ સેવા ન શરૂ કરાશે તો ધરણા સહિત ઉગ્ર આંદોલનો પણ કરવાની ચીમકી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે.(Congress demands buses)
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST