Morbi Bridge Collapse: PM મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું કર્યુ હવાઈ નિરીક્ષણ - Morbi Bridge Collapse
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) આજે મોરબી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ ઘટનાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનને આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બાદ ચાલી રહેલા બચાવ અને રાહત કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થવાને કારણે 135 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 141 વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ ખાનગી ઓપરેટર દ્વારા સમારકામ અને જાળવણી પછી ગયા અઠવાડિયે જ ફરીથી ખોલવામાં આવ્યા બાદ તૂટી પડ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST
TAGGED:
Morbi Bridge Collapse