સુરત દેવીપૂજક સમાજ સ્વામીનારાયણ સંત સામે મોરચો લઈને કામરેજ પોલીસમથકે પહોંચ્યો - સુરતમાં દેવીપૂજક સમાજનો વિરોધ
🎬 Watch Now: Feature Video
વધુ એક સ્વામિનારાણ સંપ્રદાયના સ્વામી સંત પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા દેવીપૂજકોની ટીકાને લઇ વિવાદમાં આવ્યા છે. વડોદરા સ્વામીનારાયણ સંપ્રદાય હરિઓમ આશ્રમ હરિધામ ( Swaminarayan Hariom Ashram Vadodara )ના મહંત સંત પ્રેમસ્વરૂપ સ્વામીએ થોડા દિવસ અગાઉ એક ધાર્મિક પ્રસંગમાં વિવાદિત પ્રવચન કર્યું હતું, સંત પ્રેમસ્વરૂપ સ્વામીએ દેવીપૂજક સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવું પ્રવચન કરતા દેવીપૂજક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ દેવીપૂજક સમાજનો વિરોધ સામે આવ્યો છે. ( Devipujak Samaj Protest in Surat) જેમાં સુરતના કામરેજ પોલીસમથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંત પ્રેમસ્વરૂપ સ્વામીએ દેવી સમાજ વિશે કરેલ વિવાદસ્પદ ટિપ્પણી (Sant Prem Swarup Swami Criticize Devipujak )નો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલ દેવીપૂજક સમાજના આગેવાનોએ બેનરો સાથે રેલી કાઢી કામરેજ પોલીસ મથકે પહોચ્યા હતાં. કામરેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહંત સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને તેઓ ગુનો નોંધવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST