દિપાવલી તેમજ નૂતન વર્ષ ઉત્સવને લઇને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર - Dwarka Diwali and New Year festival
🎬 Watch Now: Feature Video
દિપાવલીને (Dwarka Diwali and New Year festival) લઇને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફારની વાત કરીએ તો તારીખ 23 ધન તેરસના દિવસે શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ હતા. તારીખ 24 રૂપચૌદશ તેમજ દીપાવલીના દિવસની વાત કરીએ તો (darshan time of Dwarkadhish Jagat Mandir) મંગલા આરતી સવારે 5:30 વાગ્યે ત્યાર બાદ બપોરે 1થી 5 સુધી મંદિર બંધ 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને 8 વાગ્યે હાંટડીના ખાસ ઉત્સવ દર્શન બાદ રાત્રે 9:45 મંદિર બંધ થશે. જ્યારે તારીખ 25 સૂર્ય ગ્રહણના દિવસે સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહશે અને સાંજે 7થી રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો શ્રીજીના દર્શન કરી શકશે. તો તારીખ 26 નૂતન વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદથી 1 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. બપોરે 1થી 5 મંદિર બંધ તો 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને રાત્રે 9:45 એ મંદિર બંધ થશે. તારીખ 27 ભાઈ બીજના દિવસે મંગલા આરતી સવારે 6:30 વાગ્યે ત્યાર બાદ બપોરે 1થી 5 મંદિર બંધ ફરી 5 વાગ્યે ઉત્થાપન દર્શન બાદ રાત્રે 9:45એ મંદિર બંધ અને તારીખ 2 નવેમ્બરના દિવસે વિશેષ અન્નકૂટ દર્શનનો લાભ રહેશે તે દિવસે મંગલા આરતી સવારે 6 વાગ્યે ત્યાર બાદ 11 :30 વાગ્યે વિશેષ ગોવર્ધન પૂજા બાદ બપોરે 1થી 5 મંદિર બંધ અને સાંજે 5થી 7 વાગ્યા સુધી ખાસ અન્નકૂટ દર્શન બાદ 9 :45 મંદિર બંધ થશે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST