ચૂંટણી પ્રચાર પૂરો થવાના અંતિમ કલાકોમાં ભાજપના ઉમેદવારોએ યોજી બાઈક રેલી - Organized bike and car rally in Junagadh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2022, 3:32 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

જૂનાગઢ પ્રથમ તબક્કાના મતદાન પૂર્વેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે પાંચ કલાકે પુરો થવા જઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડીયા દ્વારા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના તમામ 15 વોર્ડમાં બાઈક અને કાર રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ઉમેદવાર સંજય કોરડીયા સાથે જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપના અગ્રણી કાર્યકરો પોતાની બાઈક અને કાર સાથે મહા રેલીમાં જોડાયા હતા. આજે સાંજે ચૂંટણી પ્રચાર વિધિવત રીતે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે ભાજપના જૂનાગઢ બેઠક પરથી ઉમેદવાર સંજય કોરડીયા પ્રચાર અભિયાનમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય તેમજ ભાજપના કાર્યકરો અને મતદારો વચ્ચે અંતિમ મિનિટ સુધી પ્રચારના માધ્યમથી પહોંચવાનો કાર અને બાઈક રેલી દ્વારા પ્રયાસ કરાયો હતો. જેમાં ભાજપના કાર્યકરો સ્વયંભૂ જોડાઈને રેલીને સફળ બનાવી હતી. Election campaign before first phase of polling Junagadh Assembly Seats Junagadh Corporation Area Organized bike and car rally in Junagadh BJP workers attempt last minute campaigning
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.