હૈદરાબાદ: સ્તનપાન એ માતા દ્વારા પ્રસૂતિ પછી ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા છે. જો કે, પોસ્ટપાર્ટમ શરીરમાં તણાવ, શરીરમાં દુખાવો, માનસિક તાણ અને તેને લગતા કેટલાક પડકારો સાથે આવે છે. પરંતુ તમે કેવી રીતે આ પડકારોનો સામનો કરશો?
વિમલ યોગના સ્થાપક અમારા નિષ્ણાત, રિન્કી આર્ય, એમ.એ. યોગાચાર્ય કહે છે, “યોગ કદાચ કોઈપણ માતા સંતાન પછી કરી શકે છે તે સૌથી ઉત્તમ અને આરામદાયક કસરત છે.
આ માત્ર યોગ્ય સ્તનપાન સુનિશ્ચિત કરવામાં જ મદદ કરે છે તેવું નથી, પરંતુ તે મુદ્રા સુધારવામાં પણ મદદ કરે છે અને ગર્ભાવસ્થા દરમિયાન અને કરોડરજ્જુમાં દુખાવો ઘટાડે છે. "અહીં કેટલાક યોગ રજૂ કરવામાં આવી છે.
(આ પ્રેક્ટિસ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લો)
બિલાડી-ગાય પોઝ (મારજારિયાસન)
![Yoga Poses for Mothers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8304125_marjariasana.jpg)
- તમારા હાથ અને ઘૂંટણને ફ્લોર પર ટેબલ પોઝમાં મૂકો.
- જ્યારે તમે શ્વાસ લો ત્યારે, તમારી ગપદનને ઉંચી કરો, તમારા માથાને પાછળ નમાવો, તમારી નાભિને નીચેની તરફ અને તમારા નિતંબને ઉપરની તરફ કરો.
- જેમ જેમ તમે શ્વાસ બહાર કાઢો છો, ત્યારે તમારી ગરદન નીચે રાખો, એક કમાન બનાવવા માટે તમારી પીઠ ઉપર ખસેડો અને તમારા નિતંબને આરામ આપો.
- બંને પોઝમાં થોડી સેકંડ માટે રહો. આંચકાથી કરશો નહીં.
- તેને 2-3 વાર પુનરાવર્તિત કરો.
સ્ફિન્ક્સ પોઝ (સલામ્બા ભુજંગાસન)
![Yoga Poses for Mothers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8304125_salamba-bhujangasana.jpg)
- સીધા તમારા પેટ પર સૂઇ જાવ, અંગૂઠા સપાટ અને દાઢી જમીન પર સ્પર્શ કરો
- તમારા માથાની બાજુમાં, જમીનની સમાંતર તમારા ફોરઆર્મ્સ મૂકો
- શ્વાસ લો અને તમારા શરીરના ઉપલા ભાગને એવી રીતે ઉપર કરો કે તમારી છાતી જમીનને સ્પર્શ ન કરે. પરંતુ, પોતાને બિનજરૂરી રીતે દબાણ ન કરો
- થોડી સેકંડ માટે રહો, શ્વાસ બહાર કાઢો અને સામાન્ય સ્થિતિમાં પાછા આવો.
ઇગલ પોઝ (ગરુડાસન)
![Yoga Poses for Mothers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8304125_garudasana.jpg)
- તમારા ઘૂંટણ સહેજ વાળીને ફ્લોર પર ઉભા રહો
- તમારા ડાબા પગને ઉપર ઉભા કરો અને તેને તમારા જમણા પગની આસપાસ લપેટો, જેથી તમારી ડાબી જાંઘ તમારી જમણી જાંઘને ક્રોસ કરે. તમારા જમણા પગની પાછળ તમારા ડાબા પગને રાખો.
- હવે તમારા હાથ આગળ લાવો. તમારા જમણા હાથને તમારા ડાબા હાથની ઉપરથી પાર કરો અને તમારી કોણીને વાળો. તેને એવી રીતે ક્રોસ કરો કે હવે તમારી બંને હથેળીઓ એકબીજાની સામે આવી છે અને તેને જોડાવાનો પ્રયાસ કરો.
- હવે તમારી કોણીને તમારા ખભા સુધી લાવો અને સીધા પાછળ થાવ.
- 5-10 શ્વાસ હોલ્ડ કરો અને સામાન્ય સ્થિતિ પર પાછા આવો.
- હવે તેને બીજી બાજુ પુનરાવર્તિત કરો.
આ બધા પોઝ તમારી છાતી, ખભા અને કરોડરજ્જુના સ્નાયુઓ ખોલવા અને આરામ કરવામાં મદદ કરશે. તેથી, ફક્ત તમને શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રૂપે પણ આરામ મળશે. આ આસનોનો ઘરે અભ્યાસ કરી શકાય છે, પરંતુ સૌ પ્રથમ ડોક્ટરની સલાહ લેવાની અને તેને વ્યવસાયિક દેખરેખ હેઠળ કરવાની ભલામણ કરવામાં આવે છે.
![Yoga Poses for Mothers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8304125_setu-bandh-asana.jpg)
![Yoga Poses for Mothers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8304125_utthita-trikonasana.jpg)