- 18 ઓક્ટોબર વર્લ્ડ મેનોપોઝ ડે
- મહિલાઓને શારીરિક-માનસિક ફેરફારોનો સમયગાળો
- અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે
સ્ત્રીઓ તેમના જીવનકાળ દરમિયાન તેમના શરીરમાં ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે. મેનોપોઝ એ એક એવો તબક્કો છે જ્યારે શારીરિક અને માનસિક બંને રીતે ઘણાં ફેરફારો અનુભવાય છે. 40 અને 50ના દાયકાની મધ્યમાં મહિલાઓ માટે મેનોપોઝ એક મહત્વપૂર્ણ તબક્કો છે. આ સમય માસિક સ્રાવ સમાપ્તિનો છે અને તે બાદ બાળકને જન્મ આપી શકાતો નથી. આ સમય દરમિયાન મહિલાઓનું શરીર વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે અને તેમને ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર, હૃદયરોગ અને પાચન સમસ્યાઓ સહિત અન્ય શારીરિક સમસ્યાઓનું જોખમ વધારે છે. તે વિશે વધુ જાગૃતિ ફેલાવવા અને મેનોપોઝ દરમિયાન મહિલાઓને તેમના શારીરિક અને માનસિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા સચેત કરવા માટે દર વર્ષે 18 ઓક્ટોબરના રોજ વિશ્વ મેનોપોઝ દિવસ (World Menopause Day 2021) મનાવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણીની થીમ "અસ્થિ આરોગ્ય" છે.
મેનોપોઝ-રજોનિવૃત્તિ શું છે?
જો કોઈ સ્ત્રી તેના છેલ્લાં સમયગાળાથી આખા વર્ષ દરમિયાન 45-55 વર્ષની આસપાસ માસિક સ્રાવ થતો નથી, તો તેને મેનોપોઝ (Menopause) કહેવામાં આવે છે. આ સમય દરમિયાન અહીં મહિલાના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે અને ઓવ્યુલેશન બંધ થાય છે. મેનોપોઝની પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે શરીરમાં વિકાસ પામેલા ફોલિકલ્સની માત્રા દર મહિને ઘટવા લાગે છે. ખરેખર તે એવા ફોલિકલ્સ છે જેના કારણે અંડાશયમાંથી અંડકોષ છૂટા પડે છે. આ સાથે પ્રજનન હોર્મોન એસ્ટ્રોજનનું સ્તર અને તેનું ઉત્પાદન ઘટવાનું શરૂ થાય છે. તેથી જ્યારે ફોલિકલ્સ અને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન સમાપ્ત થાય છે, ત્યારે માસિક ચક્ર પણ બંધ થાય છે અને આ તબક્કાને મેનોપોઝ કહેવામાં આવે છે.
અમુક સમયે વહેલો મેનોપોઝ હોઇ શકે છે
કેટલીકવાર સ્ત્રીઓમાં મેનોપોઝના (Menopause) લક્ષણો 29-34 વર્ષની વચ્ચે દેખાવા લાગે છે, અમુક શારીરિક પરિસ્થિતિઓ અથવા કેટલાક અન્ય કારણોસર કેટલાક સ્વયંપ્રતિરક્ષા રોગો જેમ કે થાઇરોઇડ, ડાયાબિટીસ, સેલિયાક રોગ અને સંધિવા વગેરે તથા આનુવંશિક કારણો, કેન્સરની સારવારને કારણે કિરણોત્સર્ગ અથવા કીમોથેરાપી, મેલેરિયા અથવા એચઆઇવી જેવા ચેપને કારણે અંડાશયને નુકસાન, ધૂમ્રપાન, હિસ્ટરેકટમી ઓપરેશન પછી અંડાશયને દૂર કરવું અને અકાળે અંડાશયની નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાંં તબીબી મદદ લેવી અત્યંત જરૂરી છે.
મેનોપોઝ-રજોનિવૃત્તિના લક્ષણ
મેનોપોઝના(Menopause) મુખ્ય લક્ષણો અનિયમિત માસિક સ્રાવ અથવા માસિક સ્રાવ થતો નથી તે છે. આ સિવાય પાચન, ઊંંઘ, ચયાપચય, વજન, મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ જેવી કે ગુસ્સો, ચીડિયાપણું, ગભરાટ અથવા ચિંતાનો અનુભવ થઈ શકે છે. કેટલીક વખત મહિલાઓને ડિપ્રેશનનો પણ સામનો કરવો પડે છે. અન્ય શારીરિક લક્ષણોમાં સાંધાનો દુખાવો, યોનિમાર્ગની શુષ્કતા, શરીરમાં ગરમી વધી જવી, રાતના પરસેવો થવો વગેરેનો સમાવેશ થઈ શકે છે.
સ્ત્રીઓ મેનોપોઝ (Menopause) પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા ગુમાવે છે. શરીરમાં હોર્મોન્સના સ્તરમાં ફેરફારના પરિણામે તણાવ, ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ, વિસ્મૃતિ, તેમ જ માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, પીઠનો દુખાવો અને ઓસ્ટીયોપોરોસિસનો પણ સામનો કરવાનો આવી શકે છે. જીવનસાથી સાથે જાતીય સંબંધ બનાવવાની અનિચ્છા, વધુ પડતી નબળાઇ, થાક, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ વગેરે પણ હોઈ શકે છે.
મેનોપોઝ સામે આયુર્વેદિક ઉપચાર
અમારા નિષ્ણાત ડૉક્ટર રંગનાયકુલુ, પીએચ.ડી આયુર્વેદિર ઇતિહાસ, જણાવે છે કે આયુર્વેદમાં ઘણી બધી અસરકારક દવાઓ અને ઉપચારો છે જે મહિલાઓને રજોનિવૃત્તિના (Menopause) સમયગાળામાં થતી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તેના બધાં લક્ષણોની અસરને 3-4 મહિનાની અંદર આયુર્વેદિક દવાઓની મદદથી સ્વસ્થ કરી શકાય છે. કેટલીક આયુર્વેદિક દવાઓ જે મદદરૂપ થાય છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
1-25 મિલીલીટર અશોકારિષ્ટને સમાન માત્રામાં પાણી સાથે મિક્સ કરો અને તેને દિવસમાં બે વાર, ભોજન પછી 3 મહિના સુધી પીવો.
2-રાત્રે સૂવા જતાં પહેલાં 3 ગ્રામ અશ્વગંધા પાવડરને દુધ સાથે ભેળવીને પીઓ
3- 250 ગ્રામ પ્રવાલપિષ્ટીને દૂધમાં મિક્સ કરી જમતાં પહેલાં પીઓ.
આ ઉપરાંત મહિલાઓ અર્જુન, ગૂગળ, લસણ, વરિયાળી, એલચી દરરોજના ઉપયોગમાં વાપરી શકે છે. ડૉક્ટર રંગનાયકુલુ જણાવે છે કે જે મહિલાઓ ડાયાબિટીસ, હાયપર ટેન્શન, કેન્સર અને આવી અન્ય સમસ્યાઓથી પીડિત છે તેઓએ મેનોપોઝ (Menopause) માટે કોઈપણ પ્રકારની દવા લેતા પહેલાં તબીબી સલાહ લેવી જરૂરી છે. સાથે મેનોપોઝમાંથી પસાર થતી મહિલાઓએ કસરત, યોગ અને ધ્યાન જેવી તંદુરસ્ત આદતો અપનાવવી જોઈએ અને તેને તેમની દિનચર્યાનો એક ભાગ બનાવવો જોઈએ. તેમણે આહાર પર પણ નિયંત્રણ રાખવું જોઈએ. જાતને શારીરિક અને માનસિક બંને રીતે સક્રિય રાખવા માટે આ બધું મહત્વનું છે.
આ પણ વાંચોઃ પગમાં દુખાવો હોય તો આ કસરતો ટાળવી જરૂરી છે
આ પણ વાંચોઃ પૌષ્ટિક ભોજનથી પ્રજનન ક્ષમતા સુધારી શકે છે મહિલાઓ