ETV Bharat / sukhibhava

મહિલાઓ પર કાર્ય સ્થળે થતુ શોષણ શારીરિક અને માનસિક રોગોનું કારણ બની શકે છે - Harrasment can affect womens physical and mental health

એક વેબસાઇટના ઉલ્લેખ પ્રમાણે, મહિલાઓ સાથે ઉત્પીડન (Women work place harrassment case) વિષય પર પ્રકાશિત એક લેખ જણાવે છે કે, લગભગ 33 ટકા મહિલાઓ અને છોકરીઓએ જીવનમાં શારીરિક અને જાતીય હિંસાનો (Harrasment can affect womens physical and mental health) સામનો કરવો પડે છે.

મહિલાઓ પર કાર્ય સ્થળ થતુ શોષણ શારીરિક અને માનસિક રોગોનું કારણ બની શકે છે

author img

By

Published : Feb 28, 2022, 4:47 PM IST

ન્યૂઝ ડેસ્ક: એક વેબસાઇટના ઉલ્લેખ પ્રમાણે, મહિલાઓ સાથે ઉત્પીડન (Women work place harrassment) વિષય પર પ્રકાશિત એક લેખ જણાવે છે કે, લગભગ 33 ટકા મહિલાઓ અને છોકરીઓએ જીવનમાં શારીરિક અને જાતીય હિંસાનો (Harrasment can affect womens physical and mental health) સામનો કરવો પડે છે. બીજી તરફ, વર્ષ 2017માં ઈન્ડિયન નેશનલ બાર એસોસિએશનના સર્વે અનુસાર, રોજગારના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ સાથે અશ્લીલ ટિકાઓથી લઈને શારીરિક સતામણી સુધીના જાતીય સતામણીના બનાવો હવે સામાન્ય બની ગયા છે, પરંતુ મહિલાઓ આ અંગે જાણ કરતી નથી. આ સર્વેમાં અંદાજે 6000 કર્મચારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી.

મહિલાઓ સાથે કામના સ્થળે શોષણ સામાન્ય

મહિલાઓ સાથે કામના સ્થળે શોષણ સામાન્ય બાબત થઇ ગઇ છે. કાર્ય સ્થળે દુરુપયોગ ઘણા પ્રકારનો હોઈ શકે છે, જેમ કે મૌખિક દુર્વ્યવહાર એટલે કે અશ્લીલ અથવા લિંગ આધારિત ટીકા કરવી, અપમાન અથવા જાતીય દુર્વ્યવહાર વગેરે. આ પ્રકારના શોષણ મહિલાના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર કરે છે. ક્યાંક ને ક્યાંક તેના શારીરિક સ્વાસ્થ્યને પણ અસર થાય છે. આ વિષય સંબંઘિત એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, કામના સ્થળે લાંબા સમય સુધી યૌન ઉત્પીડન પીડિતમાં હાઈપરટેન્શન સહિત અન્ય બીમારીઓનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો: Rashiya ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિરની લવ સ્ટોરી છે એકદમ ફિલ્મી

મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા

અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં સામે આવ્યું છે કે, કામના સ્થળે જાતીય સતામણીનો સામનો કરતી મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, હાઈપરટેન્શન અને હાર્ટ એટેકનું જોખમ રહે છે. આ અભ્યાસમાં 40 થી 60 વર્ષની 33 હજાર વર્કિંગ મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. આ તમામને 2008 સુધી હાઈ બ્લડ પ્રેશર જેવી કોઈ સમસ્યા ન હતી.

જાણો સંશોધન વિશે

સંશોધનના પ્રથમ તબક્કામાં, ભાગ લેનારી મહિલાઓને તેમના તણાવ વિશે પ્રશ્નો કરાયા હતા. સંશોધનના બીજા તબક્કામાં, વર્ષ 2015માં સાત વર્ષ પછી, ભાગ લેનારી મહિલાઓના સ્વાસ્થ્ય અહેવાલોની ફરીથી તપાસ કરવામાં આવી અને તેમની પાસેથી કાર્યસ્થળના તણાવ અને અન્ય શોષણ સંબંધિત મુદ્દાઓ પર પણ માહિતી લેવામાં આવી. જેમાં દર પાંચમી મહિલામાં હાઈપરટેન્શન અને બ્લડપ્રેશરના કેસ જોવા મળ્યા હતા.

Usમાં દર વર્ષે 44 ટકા મહિલાઓ ઓફિસમાં ઉત્પીડનની ફરિયાદ કરી

સંશોધનના પરિણામોમાં, હાર્વર્ડ, બોસ્ટનમાં ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ મહામારી સંશોધક રેબેકા લૉને જણાવ્યું હતું કે, સંશોધનમાં સમાવિષ્ટ ડેટા અનુસાર, યુએસમાં દર વર્ષે 44 ટકા મહિલાઓ ઓફિસમાં ઉત્પીડનની ફરિયાદ કરે છે. 80 ટકા મહિલાઓને કાર્યસ્થળ પર કોઈને કોઈ પ્રકારના શોષણનો સામનો કરવો પડે છે. રિસર્ચમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, હાઈપરટેન્શન સંબંધિત બીમારીઓને કારણે થનારી મહિલાઓના મૃત્યુમાંથી ત્રીજા ભાગનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે.

સ્ત્રીના શારીરિક અને માનસિક વિકાસ પર શોષણની અસર

સ્ત્રીના શારીરિક અને માનસિક વિકાસ પર શોષણની અસર વિશે મનોવૈજ્ઞાનિક ડૉ. રેણુકા શર્મા કહે છે કે, હિંસા, ભલે કોઈ પણ માધ્યમે થઇ હોય, સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. શારીરિક અને માનસિક શોષણથી પીડિત મહિલાઓ, ખાસ કરીને શારીરિક જાતીય શોષણ, માનસિક સમસ્યાઓ અથવા આંચકો, તણાવ, હતાશા, ચિંતા, ગુસ્સો, ભય, ઊંઘનો અભાવ અને આત્મવિશ્વાસ ગુમાવવા જેવી પરિસ્થિતિઓ વિકસાવવાનું જોખમ વધારે છે. જેની સીધી અસર તેમના શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે અને તેમનામાં ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો: Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.