ETV Bharat / sukhibhava

ઠંડુ વાતાવરણ અને પ્રદૂષણ COPDના દર્દીઓના જોખમમાં કરે છે વધારો - ફેફસાના રોગીઓ

ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (Chronic Obstructive Pulmonary Disease) ફેફસાંનો એક એવો રોગ છે, જે આમ તો લાંબા સમય સુધી પીડિતના શરીરમાં શાંત રહી શકે છે, પરંતુ કોઈ પણ કારણથી ટ્રિગર થવા પર પીડિત માટે જીવનું જોખમ (Risk of life) પણ સાબિત થઈ શકે છે. આ રોગ માટે જેટલું જવાબદાર ઠંડુ વાતાવરણને માનવામાં આવે છે. તેનાથી ઘણું વધારે પ્રદૂષણના કારણે રોગીઓની સ્થિતિ ખરાબ થઈ શકે છે.

ઠંડુ વાતાવરણ અને પ્રદૂષણ COPDના દર્દીઓના જોખમમાં કરે છે વધારો

author img

By

Published : Nov 19, 2021, 4:20 PM IST

  • ફેફસાંના રોગ COPD અંગે જાણો
  • ઠંડુ વાતાવરણ COPD રોગના દર્દીઓ માટે સાબિત થઈ શકે છે જીવનું જોખમ
  • ઘણું વધારે પ્રદૂષણના કારણે રોગીઓની સ્થિતિ ખરાબ થઈ શકે છે

ન્યૂઝ ડેસ્કઃ ઠંડીનું આગમન અને ઉપથી દિવાળીના કારણે વાતાવરણમાં વધેલું પ્રદૂષણ, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (Chronic Obstructive Pulmonary Disease- COPD)ના રોગીઓ માટે ઘણું ભારી રહે છે. તાપમામનમાં ઘટાડો જ્યાં પીડિતના ફેફસાને અસર કરે છે. તો વાયુ પ્રદૂષણની સ્થિતિને (Conditions of air pollution) વધુ ખરાબ કરી દે છે. COPD રોગ કઈ રીતે ઠંડીઓમાં વધુ પ્રદૂષણ થવા પર પીડિત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ETV Bharatની સુખી ભવઃની ટીમે ગ્વાલિયર મધ્યપ્રદેશના નાક, કાન, ગળાના રોગના નિષ્ણાત ડો. વિરેન્દ્ર સિંહ (Gwalior Madhya Pradesh nose, ear, throat disease specialist Dr. Virendra Singh) સાથે વાતચીત કરી હતી.

શું છે COPD?

ડો. વિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ઠંડીઓમાં સામાન્યપણે હોસ્પિટલમાં COPDના દર્દીઓની સંખ્યા વધી જાય છે, પરંતુ ખાસ કરીને દિવાળી પછી ફટાકડાના કારણે વધેલા પ્રદૂષણના કારણે આવા રોગીઓને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે.

તેમણેે જણાવ્યુું હતું કે, સામાન્ય રીતે નિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (Chronic Obstructive Pulmonary Disease- COPD) ફેફસાનો એક એવો રોગ છે, જેમાં દર્દી સામાન્ય રીતે શ્વાસ નથી લઈ શકતો અને ઓક્સિજન ફેફસાં સુધી સંપૂર્ણ માત્રામાં નથી પહોંચી શકતો. આ એક એવી બીમારી છે, જે સંપૂર્ણ રીતે મટવી મુશ્કેલ છે. તથા આ ક્યારેય પણ વાતાવરણમાં ફેરફાર, વધુ ઠંડી, પ્રદૂષણ, પાલતુ પ્રાણીઓથી કે કોઈ અન્ય ચીજવસ્તુથી એલર્જીના કારણે હુમલાના સ્વરૂપે ટ્રિગર થઈ શકે છે, જેમાં પીડિતને ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં દુખાવો અને ક્યારેક ક્યારેક તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ દવા અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આની પર નિયંત્રણ જરૂર મેળવી શકાય છે.

COPDની સમસ્યા વધારતા પરિબળો

ડો. વિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વાતાવરણ બદલાવવાની સાથે ખાસ કરીને ઠંડી વધવાના કારણે ફેફસાના રોગીઓને (Lung patients) વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ COPDમાં રોગના ટ્રિગર થવા માટે પ્રદૂષણ અને ધુમ્રપાનને પણ મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. રસ્તાઓ પર ગાડીઓ કે ફેક્ટરીઓનો ધૂમાડો અને તેમાંથી નીકળતો ઝેરી ગેસ જ્યારે ધૂળ અને માટીની સાથે શ્વાસના માધ્યમથી શરીરની અંદર ફેફસાં સુધી પહોંચે છે તો ખાસ કરીને COPDના દર્દીઓ માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરે છે. તો ધૂમ્રપાન જેવા કે સિગારેટ, બીડી કે હુક્કો પીવાની લતથી આ રોગ વધે છે. આ ઉપરાંત કેટલાક લોકોમાં આ સમસ્યા માટે કેટલીક હદ સુધી વારસાગત પણ જવાબદાર હોય છે.

COPDના મુખ્ય લક્ષણ

  • સામાન્ય કાર્યો ખાસ કરીને શારીરિક પ્રવૃત્તિઓ દરમિયાન શ્વાસ ચડી જવો.
  • શ્વાસ લેવામાં તકલીફ પડવી
  • શ્વાસ લેતા સમયે છાતીમાં ગભરામણ થવી
  • છાતીમાં તંગતા કે કફની સાથે સતત ઉધરસ
  • વારંવાર શ્વસન સંબંધી સંક્રમણ
  • નબળાઈ અને થાક લાગવો
  • વજન ઓછું થવું કે ભૂખ ન લાગવી
  • પગની ઘૂંટીઓમાં સોજો આવવો

શિયાળામાં COPDનું સંચાલન

ઠંડીની ઋતુમાં આ સમસ્યાથી પીડિત લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. ડો. વિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આદતોમાં થોડો ફેરફાર તથા નિયમિત જીવનમાં થોડી સાવધાની રાખીને COPD પીડિત ઘણી હદ સુધી આ સમસ્યાને ટ્રિગર થવાથી રોકી શકે છે, જેમાંથી કેટલીક આ પ્રકારે છે.

  • COPD પીડિતોને વિશેષ કરીને વધુ ઉંમરવાળા લોકોને જ્યાં સુધી સંભવ થઈ શકે ઘરથી બહાર નીકળતા સમયે પોતાના નાક અને મો પર માસ્કને ઢાંકીને રાખવી જોઈએ, જેનાથી ધૂળ માટી તેમના નાક કે મોમાં પ્રવેશ ન કરી શકે. આ આદત પીડિતોને અન્ય સંક્રમણોની ઝપેટમાં આવવાથી બચાવે છે.
  • જ્યાં સુધી શક્ય હોય વધુ પ્રદૂષિત તથા વધુ ભીડવાળા વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ.
  • આવા લોકોને ફક્ત ધૂમ્રપાન કરવાથી જ નથી બચવાનું, પરંતુ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી એવા લોકોથી અંતર જાળવી રાખવું જોઈએ, જે ધૂમ્રપાન કરી રહ્યા હોય.
  • જ્યાં સુધી થઈ શકે પ્રાણીઓની બિલકુલ પાસે જવા તથા તેમના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ, પરંતુ જો ઘરમાં પાલતુ પ્રાણી હોય તો પૂરી સાવધાની રાખવી જોઈએ. જેવા ઘરમાં તેમના વાળ નિયમિત રીતે સાફ કરવામાં આવે, પ્રાણીઓની સાફ સફાઈનું વધુ ધ્યાન રાખવું વગેરે.
  • પોતાના ચિકિત્સકથી સલાહ લઈને કોઈ નિષ્ણાતના નિર્દેશનમાં યોગ ખાસ કરીને શ્વાસ સંબંધી વ્યાયામોને નિયમિત અભ્યાસ ફાયદો પહોંચી શકે છે.
  • દિનચર્યાને શિસ્તબદ્ધ કરો, જેવા સમય પર સુવું-જાગવું, યોગ્ય સમય પર સંતુલિત ભોજન વગેરે. આ સાથે જ ખૂબ જ જરૂરી છે કે, આહાર અને વ્યવહારને લઈને ચિકિત્સક દ્વારા બતાવવામાં આવેલી તમામ સાવધાનીનું પાલન કરવું.

આ પણ વાંચોઃ Obesity: વધારી શકે છે બોન મેરોમાં ઓસ્ટિયોક્લાસ્ટ કોશિકાઓ Journal of Dental Research નું તારણ

આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.