ફિઝિયોથેરેપિસ્ટ, ઓલ્ટરનેટિવ મેડિસિન પ્રેક્ટિશનર અને યોગ ટિચર ડો. જ્હાનવી કાથરાનીએ આ વિષય અંગે વધુ માહિતી પૂરી પાડી છેઃ
યોગશાસ્ત્ર કોઇપણ મનુષ્યના ત્રણ દેહ પર ભાર મૂકે છેઃ
સ્થૂળ દેહઃ શરીર સ્વરૂપે (દ્રષ્ટિગોચર થતો) દેહ
હેતુક દેહઃ માનસિક દેહ, પ્રાણિક દેહ, બૌદ્ધિક દેહ
સૂક્ષ્મ દેહઃ આત્મા
આધિવ્યાધિની વિભાવના અનુસાર, પીઠનો દુખાવો થવા માટે તણાવ કે તણાવ સિવાયનું અન્ય કારણ જવાબદાર હોય છે.
આધિજ (તણાવને કારણે થતો દુખાવો): મોટાભાગે બૌદ્ધિક પાસાંને શારીરિક ઇજા સાથે કોઇ સહસબંધ હોતો નથી. પીઠનો દુખાવો ગૌણ રીતે શારીરિક અભિવ્યક્તિ સાથે સંકળાયેલો છે. કોઇપણ માનસિક કે સાંવેદનિક તણાવ અથવા તો ડિપ્રેશન કે વ્યગ્રતા પીઠમાં દુખાવો થવા પાછળનું મૂળ કારણ હોઇ શકે છે. શરીરની નાડી પ્રાણિક ઊર્જાને વહન કરનારા વાહકો હોય છે.
આ પ્રકારનાં કારણોના કિસ્સામાં મુખ્યત્વે યોગિક કાઉન્સેલિંગ, શુદ્ધિકરણ પ્રક્રિયાઓ, પ્રાણાયામ અને ધ્યાન પ્રયોગ અને ત્યાર બાદ આસન (યોગ મુદ્રાઓ)ની જરૂર પડતી હોય છે.
અનાધિજ (તણાવ સિવાયનું અન્ય કારણ): કોઇપણ ઇજા, વયને કારણે પહોંચતો ઘસારો કે લાંબા ગાળાનો થાક પીઠના દુખાવા (બેક પેઇન) માટે જવાબદાર હોઇ શકે છે. ઉપર જણાવ્યા પ્રમાણેનાં કારણો આ શ્રેણીમાં આવે છે. અનાધિજ વિભાવનમાં આવરી લેવાયેલું બિમારી થવાનું કારણ પીઠના દુખાવાના કોઇ માનસિક, સાંવેદનિક કે બૌદ્ધિક કારણ સાથે સંકળાયેલું હોતું નથી.
આ શ્રેણીમાં શારીરિક શક્તિ અને પીઠના સ્નાયુઓ તથા લિગામેન્ટ્સની સાથે-સાથે સ્પાઇનલ કોલમ (કરોડનાં હાડકાં)ની ગોઠવણ પર ધ્યાન આપવું જરૂરી બની રહે છે, જે આસન (યોગિક મુદ્રા), પ્રાણાયામ અને ત્યાર બાદ ધ્યાન પ્રયોગથી થઇ શકે છે. દર્દીની શક્તિમાં નજીવો ફેરફાર કરીને રોજિંદી પ્રવૃત્તિઓ તથા વ્યવસાયનાં કાર્યો સરળતાથી કરી શકાય, તે માટે કાઉન્સેલિંગ મદદરૂપ નીવડી શકે છે.
હવે, ઉપર આપેલી સમજૂતીના આધારે આપણે કહી શકીએ કે, પીઠનો કોઇપણ પ્રકારનો દુખાવો મુખ્યત્વે કે ગૌણ રીતે શારીરિક સમસ્યાઓ અને માનસિક તણાવ, એ બંને સાથે સંકળાયેલો છે. આ જાણ્યા બાદ આપણે કોઇપણ બેક પેઇનની તે પ્રમાણે સારવાર કરવા પર ધ્યાન આપવું જોઇએ.
યોગ થકી બેક પેઇનનો ઉપચારઃ
યોગિક કાઉન્સેલિંગ માનસિક, સાંવેદનિક તથા બૌદ્ધિક (વ્યાવસાયિક) તણાવ અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે.
કપાલભાતી (ફેફસાંના નીચેની તરફના ભાગને શુદ્ધ કરવો), જલ નેતિ (સાઇનસ અને નસકોરાંને હળવા ખારા પાણી વડે શુદ્ધ કરવાં), વમન ધૌતી (પેટનો એસિડ અને વધારાનો તમામ કફ દૂર કરવા માટે ફેફસાંને શુદ્ધ કરવાં), શંખ પ્રક્ષાલન (આંતરડાં સાફ કરીને ઝેરી તત્વોનો નિકાલ કરવો), વગેરે જેવી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ.
પ્રાણાયામ: પ્રાણ કે પ્રાણિક ઊર્જાના પ્રવાહને શરીરનાં તમામ પાસાં સાથે સાંકળવો. નાડી શુદ્ધિ અથવા તો નાડી શોધન તરીકે ઓળખાતા (અનુલોમ વિલોમ) પ્રાણાયામ અત્યંત અસરકારક સાબિત થઇ શકે છે. કારણ કે, તે દૈહિક ઊર્જાને સંતુલિત કરી શકે છે, જે માનસિક શાંતિ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે.
યોગાસન (મુદ્રાઓ): શારીરિક શક્તિ માટે, પીઠના સ્નાયુઓની ક્ષમતા માટે તેમજ અસ્થિબંધન માટે તે અત્યંત લાભદાયી છે, જેના કારણે કરોડનાં હાડકાંનું શરીરની ઊર્જા સાથે ઉચિત રીતે સંરેખણ (ગોઠવણ) થાય છે.
એકાગ્રતા વધારવા સાથે ધ્યાન પ્રયોગઃ ધ્યાન પ્રયોગ માટે સાનુકૂળ પદ્ધતિ પસંદ કરો. આ પ્રયોગ પીઠ સહિત કરોડના ભાગોમાં થતા કોઇપણ દુખાવામાં રાહત આપવા માટે ઘણો ઉપયોગી નીવડી શકે છે.
આ માટે પ્રોફેશનલ યોગ થેરેપિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.
આ વિશે વધુ જાણકારી મેળવવા માટે ડો. જ્હાનવી કાથરાનીનો સંપર્ક સાધોઃ jk.swasthya108@gmail.com
આ પણ વાંચો: સાવધાન! ઘોંઘાટ બધિરતા નોતરી શકે છે