- શરીરને યોગ્ય પોષણ આપવામાં નંબર વન- સ્મૂધી
- આધુનિક ખોરાકની શ્રેણીમાં સૌની પસંદ બને છે સ્મૂધી
- ETV Bharat Sukhibhav નિષ્ણાત પાસે જાણો સ્મૂધીના ફાયદા
દરેક વ્યક્તિ જાણે છે અને માને છે કે કોઈ પણ વ્યક્તિની ઊર્જા આખા દિવસ માટે જાળવી રાખવા માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. પરંતુ આજની પેઢી જે સ્પીડથી જીવે છે તે નાસ્તાના નામે કોર્નફ્લેક્સ કે બ્રેડ પર વધુ આધાર રાખે છે. જો કે આ નાસ્તો પેટ માટે પણ હલકો છે, પરંતુ દિવસની શરૂઆત હંમેશા એવા ભોજનથી કરવી જોઈએ જે તમામ જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય. આ માટે ફળો અને શાકભાજીની સ્મૂધી ( Smoothie made from fruits and vegetables ) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કોઈપણ ઋતુ હોય, શાકભાજી અને ફળ દરેક ઋતુમાં જરૂરી છે. વળી ફળો, શાકભાજી અથવા સૂકામેવા સાથે બનાવેલી સ્મૂધીને ગમે ત્યારે નાસ્તામાં લઈ શકાય છે.
લાંબા સમય સુધી પેટ ભરેલું રહેશે
દિલ્હીના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા ( Nutritionist Dr. Divya Sharma ) કહે છે કે દિવસની શરૂઆત હંમેશા પૌષ્ટિક નાસ્તાથી કરવી જોઈએ. નાસ્તામાં ( Smoothie made from fruits and vegetables ) સ્મૂધી ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. ઉપરાંત, લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. મિશ્ર ફળો, શાકભાજી, ઓટ્સ ( Oats ) અને ડ્રાય ફ્રૂટ્સને મિક્સ કરીને તૈયાર કરેલી સ્મૂધીમાં ઘણા ફાયદા છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે.
સ્મૂધીના ફાયદા
- પોષણથી ભરપૂર હોય છે
સ્મૂધી ઘણા પ્રકારના ફળો અને શાકભાજીથી બનાવવામાં ( Smoothie made from fruits and vegetables ) આવતી હોવાથી તેમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. બાળકો અને વૃદ્ધો બધાં તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકે છે. ઘણી વખત વૃદ્ધોને દાંતની સમસ્યા અથવા દાંત ન હોવાનાે કારણે ફળો કે શાકભાજી ચાવી શકતા નથી. તો ફળો અને શાકભાજીની સ્મૂધી તેમના શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરી શકે છે.
- રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયને વેગ આપે છે
સ્મૂધીમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ ( fruits and vegetables ) કરવામાં આવતો હોવાથી તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને એવા પોષક તત્વો હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયને મજબૂત કરવાનું કામ કરે છે. જેના કારણે શરીરમાં ઈન્ફેક્શનનો ખતરો પણ અમુક સ્તર સુધી ઘટી જાય છે.
- સ્થૂળતા અને કોમોર્બિડિટી સામે રક્ષણ કરે છે
આજની યુવા પેઢીમાં જંક ફૂડ જેવા બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાનું ચલણ વધુ છે. પરિણામે નાના બાળકો અને યુવાનોમાં પણ સ્થૂળતા, ડાયાબિટીસ અને અન્ય અનેક રોગો અને સમસ્યાઓ જોવા મળી રહી છે. સ્મૂધી એક રીતે જોઇએ તો આધુનિક ખોરાક છે અને બાળકો અને યુવાનોમાં તેના વિશે ઘણો ક્રેઝ છે. તો તેઓ માત્ર નાસ્તામાં જ નહીં, પરંતુ દિવસના કોઈપણ સમયે તેઓ જોશથી સ્મૂધીનું સેવન કરે છે. સ્મૂધી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેના કારણે વારંવાર ખાવાનું મન થતું નથી. આના કારણે તેઓ ન માત્ર જાડાંપણાથી દૂર રહે છે, પરંતુ તેમને શરીરની જરૂરિયાત મુજબ પોષક તત્વો પણ મળે છે.
- જરૂર મુજબ બનાવો સ્મૂધી
ડોક્ટર દિવ્યા કહે છે કે સ્મૂધીની ખાસ વાત એ છે કે દરેક ઉંમરના લોકો ખાઈ શકે છે. પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ વિવિધ ફળો અને શાકભાજી સાથે સ્મૂધી ( Smoothie made from fruits and vegetables ) બનાવી શકે છે. ઉદાહરણ તરીકે, લીલી સ્મૂધી યુવાનો અને વૃદ્ધો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન સ્મૂધી વાસ્તવમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, બથુઆ, મેથી અથવા ફુદીનાને સફરજન, કેળા અથવા પાઈનેપલ સાથે પીસીને બનાવવામાં આવે છે. કારણ કે આ સ્મૂધીમાં ફળો પણ હોય છે, તેમની મીઠાશને કારણે, લીલા પાંદડાવાળા શાકભાજીનો સ્વાદ જાણી શકાતો નથી અને બાળકો ખૂબ શોખથી ખાઈ શકે છે.
- આ સ્મૂધી ડિ્ટોક્સ પણ કરશે
તો બદામનું દૂધ અથવા દહીં અને મધ સાથે કેળા, પીનટ બટર અને ફ્લેક્સસીડ મિક્સ કરીને બનાવેલી સ્મૂધીઝ પાચનતંત્રને સ્વસ્થ બનાવવાની સાથે સાથે ચહેરાને ચમકદાર બનાવે છે. આ સિવાય કેળા અને ઓટ્સને ( Oats ) મિક્સ કરીને બનાવેલી સ્મૂધી, સેવ, તજ અને ચિયા સીડ્સ અને પપૈયાને મિક્સ કરીને બનાવેલી સ્મૂધી આપણા શરીરને ડિટોક્સ કરવામાં અને વજન ઘટાડવામાં મદદરૂપ છે.
ડોક્ટર દિવ્યા કહે છે કે નાસ્તામાં લેવામાં આવતી સ્મૂધીમાં ઓટ્સનો ( Oats ) ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય જો સ્મૂધીમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવામાં આવે તો સ્મૂધીનો સ્વાદ તો વધે જ છે સાથે જ પૌષ્ટિક તત્વોનું પ્રમાણ પણ વધે છે.
આ પણ વાંચોઃ ફળો અને શાકભાજીને છાલ સાથે ખાવાથી થાય છે મોટો ફાયદો, જાણો કારણ...
આ પણ વાંચોઃ વહેલી સવારે નાસ્તો કરવાની આદત ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે