હૈદરાબાદ: એક અઠવાડિયામાં જો ત્રણવાર કરતા ઓછું ટોયલેટ આવે તો સમજજો કે, પેટની મુશ્કેલી એલર્ટ આપી રહી છે. આવી સમસ્યા થાય તો કબજિયાત હોઈ શકે છે. આ પીડાથી છૂટકારો મેળવવા માટે આયુર્વેદમાં કેટલાક ઉપાય છે. અઠવાડિયામાં ત્રણ વારથી ઓછી વખત ટોયલેટ જતા હોવ તો મુશ્કેલીઓ વધી શકે છે.
સામાન્ય સમસ્યા: ત્રણ દિવસ પછી, જો ટોયલેટમાં જોર કરવું પડે તો એને આ કબજિયાતની સામાન્ય નિશાની તરીકે જોવામાં આવે છે. કઠણ લેટરિંગ આવતું હોય તો દુખાવો થઈ શકે અને મળમાર્ગમાં પીડા પણ થાય છે. આ પાછળનું કારણ એ છે કે, આંતરડા સંપૂર્ણ રીતે સાફ થયા નથી. આ માટે ઘરેલું ઉપચાર અપનાવી શકાય છે.
કબજિયાત થવાનું કારણઃ એક ઈન્ટરવ્યૂમાં આયુશક્તિના સહ સ્થાપક ડૉ. સ્મિતા નરમ જાહેર કરે છે કે, કબજિયાતનું સૌથી સામાન્ય કારણ ભારે, ખાટા, પ્રોસેસ્ડ, પેકેજ્ડ અને નોન ફાઇબર ખોરાક ખાવાનું છે. કેટલાક લોકોને ટોયલેટ રોકી રાખવાની કે એક સમય કરતા મોડે જવાની આદત હોય છે. એટલું જ નહીં તેઓ દિવસ દરમિયાન ભરપુર પીવાનું પાણી પીતા હોય છે. જેના કારણે કબજિયાત થાય છે. આ સિવાય વ્યક્તિની લાઈફસ્ટાઈલ પણ જવાબદાર હોય છે જેમ કે, મોડા સુવૂ, લેટનાઈટ જમવું, જંક કે ફાસ્ટફૂડ યોગ્ય સમય ન હોય ત્યારે ખાવું. ક્યારેક વાયું અને એસીડીટીને કારણે પણ આવું થાય છે.
1) એરંડાનું તેલ: એરંડાનું તેલ ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને વાતને સંતુલિત કરવામાં મદદ કરે છે. જે ફાંદ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે સ્ટૂલવેને સ્મૂથ બનાવે છે. જેથી વધારે પડતું જોર કરવું પડતું નથી.
2) કાળી દ્રાંક્ષ: તેમાં વાયું ઘટાડવાના ગુણો છે, જે ગેસ, પેટનું ફાંદ ઓછી કરવામાં અને ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે. તેની ઠંડકની અસર પિત્ત અને એસિડિટી પણ ઘટાડે છે. દરરોજ 20 કાળી કિસમિશને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે તે પાણી પીવામાં આવે તો કબજિયાતની મુશ્કેલી દૂર થાય છે.