- કેરગીવર રાખે પોતાનું પૂરું ધ્યાન
- કોવિડ-19 દર્દીઓની સારસંભાળ રાખતાં લોકો માટે વિશેષ જાણકારી
- Caregiver Burnout માટે ઈટીવી ભારત સુખીભવની ટીમે કરી નિષ્ણાત સાથે ચર્ચા
સૌ જાણે છે કે જો ઘરનો કોઈ એક સભ્ય બીમાર પડે છે તો માત્ર તેને જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્યોએ પણ મુશ્કેલી સહન કરવી પડે છે. ખાસ કરીને ( Corona ) કોરોના વાયરસ વિશે વાત કરીએ. જો કુટુંબમાં કોઈને આ ચેપ લાગ્યો હોય તો તેની સંભાળ લેનાર વ્યક્તિને શારીરિક સમસ્યાઓ તેમજ માનસિક તણાવ અને વિવિધ પ્રકારની સમસ્યાઓનો ( Caregiver Burnout ) સામનો કરવો પડે છે. ઈટીવી ભારત સુખીભવની ટીમે કોરોના પીડિતોની સંભાળ લઈ રહેલા લોકો ( Caregiver ) અથવા સંભાળ આપનારાઓ કેવી રીતે પોતાનું ધ્યાન રાખી શકે છે તે વિશે વધુ માહિતી મેળવવા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કાજલ યુ. દવે સાથે વાતચીત કરીને વિશેષ જાણકારી મેળવી હતી.
ફક્ત રોગ કે રોગી જ નહીં, પરિવેશ પણ વધારે છે ચિંતા
કાજલ યુ દવેએ જણાવ્યું કેે તણાવ એ એક એવી માનસિક સ્થિતિ છે જે મોટાભાગે કોરોના પીડિત લોકોની સંભાળ લેતાં લોકોમાં જોવા મળે છે. દર્દીની સંભાળની સાથે તેની સ્થિતિ વિશે ચિંતા, કુટુંબના અન્ય લોકોમાં ચેપ ન ફેલાય તેની ચિંતા, સંક્રમણ વિશેની જાણ થતાં સમાજની પ્રતિક્રિયા સહિતના ઘણાં કારણો છે. આ દર્દીની સંભાળ રાખનાર ( Caregiver ) વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ( Caregiver Burnout ) અસર કરે છે. એ સિવાય કુટુંબના સભ્યોમાં સંક્રમણની વાત જાણીને તે અંગે મિત્રો, નિષ્ણાતો અને પડોશીઓ દ્વારા અપાયેલી સલાહ અને નુસખા પણ લોકોની માનસિક સ્થિતિને ખૂબ અસર કરે છે.
એટલું જ નહીં જ્યારે દર્દીને તપાસ અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડે છે ત્યારે કોરોના ( Corona ) પ્રોટોકોલને કારણે પાળવા પડતાં બધા નિયમો અને પ્રતિબંધો પણ દર્દી અને તેની સંભાળ લેનાર વ્યક્તિની સમસ્યાઓમાં વધારો કરે છે. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે સંભાળ રાખનાર યુવાન હોય અથવા નાના બાળકોએ તેમના માતાપિતાની સંભાળ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાય. માતાપિતા અથવા કુટુંબના સભ્યને ગુમાવી બેસવાનો કે તેમના ક્વોરન્ટીન થવાના સમયમાં સાથે ન રહી શકવાની લાચારી અને ડર તેમના માનસિક સ્વાસ્થ્યને લાંબા ગાળે અસર કરી શકે છે.
હાલના સમયમાં જ્યારે ચારેબાજુ ત્રસ્તતાની સ્થિતિ જોવા મળી રહી છે, ચારેબાજુ નકારાત્મક ખબરોથી લોકો અલગ જ પ્રકારના માનસિક દબાણનો લોકો સામનો કરી રહ્યાં છે. ફક્ત કોરોના જ નહીં, અન્ય બીમારીઓ વિશે પણ સતત સાંભળીસાંભળીને જાણમાં આવતી ઘટનાઓ સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર સતત લોકોના મોત સંબંધી સમાચારો મળવાના કારણે લોકોમાં તણાવની સાથે વિષાદની સ્થિતિમાં ( Burnout ) વધારો થયો છે.
આ પણ વાંચોઃ બ્લડપ્રેશરને સામાન્ય રાખવા માટેના 5 યોગસન
( Caregiver Burnout ) દર્દીની સારસંભાળ રાખનાર વ્યક્તિ માટે 5 ઉપયોગી ટિપ્સ આ રહીઃ
કાજલ યુ દવે કહે છે કે આવા સંજોગોમાં જો દર્દીની સંભાળ લેનાર વ્યક્તિ ( Caregiver Burnout ) જાતે કોઈ પ્રકારની શારીરિક સમસ્યા અથવા સંક્રમણની જ અસર સામે ઝઝૂમી રહી હોય તો તો તે સારી રીતે પોતાનું ધ્યાન રાખવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં નાના નાના ઉપાય અને સાવચેતી રાખીને પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ પર કાબૂ મેળવી શકે છે. આ માટે નીચેની ટીપ્સની મદદ લઈ શકાય છે.
- એવી પાંચ ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરો જેને દેખી શકો છો.
- ચાર એી ચીજો શોધીને ધ્યાન કેન્દ્રિત કરો જેને સાંભળી શકો છો
- ત્રણ એવી ચીજો વિશે વિચારો જેને સૂંઘી શકો છો
- એવી ચીજો વિશે વિચારો જે સ્પર્શ કરી મહેસૂસ કરી શકો છો
- એક એવી ચીજ યાદ રાખો જે ખાવાપીવામાં સ્વાદિષ્ટ લાગે અને સ્વાસ્થ્યવર્ધક પણ હોય
આ પણ વાંચોઃ કઠોળના લોટમાં છે ભરપૂર માત્રામાં ફાઈબર
દર્દીની સારસંભાળ રાખનાર વ્ચકિત ( Caregiver ) કઇ કઇ બાબતોનું ધ્યાન રાખી શકે
રોગની આશંકા કે સામાન્ય સ્થિતિમાં પણ મિત્રો અને પડોશીઓ પાસેથી માહિતી મેળવવાને બદલે, ડૉક્ટરનો સીધો સંપર્ક કરો.
દર્દીની સારવાર કરી રહેલા ડૉક્ટર પર ભરોસો રાખો.
તમારી જરૂરિયાતો અને પ્રાથમિકતાઓની સૂચિ બનાવો જેથી તમે પડકારજનક પરિસ્થિતિઓને વધુ સારી રીતે સામનો કરી શકો.
હવેના સમયમાં ચિંતાઓને દૂર કરવા અને તેમની સાથે વાત કરવા માટે ઘણી હેલ્પલાઇન સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જો તમને પણ કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ અથવા સમસ્યા અનુભવાય છે તો તમે આ હેલ્પલાઈન નંબર પર ફોન કરી વાત કરી શકો છો.
( Caregiver ) માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, વ્યક્તિ કસરત, ધ્યાન અને મંડલા સહિત વિવિધ પ્રકારની થેરાપીની મદદ લઈ શકે છે જે માનસિક તાણ ઘટાડવામાં મદદ કરે છે.
બાળકો અને યુવાન લોકોની સંભાળ રાખનારાઓ માટે સંયમ અને ધૈર્યથી સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સામાન્ય રીતે કિશોર બાળકો અથવા નાના બાળકો માંદા હોય ત્યારે તેમનામાં અતિશય ચીડિયાપણું જેવી સમસ્યાઓ જોવા મળે છે.
પરિવારના વાતાવરણને સકારાત્મક અને ખુશખુશાલ રાખવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જેથી દર્દી જ નહીં, તેની સંભાળ લેનાર વ્યક્તિ અને પરિવારના અન્ય સભ્યો પણ થોડા ચિંતામુક્ત રહી હળવાશ અનુભવી શકે.
આ વિશે વધુ જાણકારી માટે davekajal26@gmail.कॉम પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચોઃ આ 10 રીતે નાગરવેલનું પાન સ્વાસ્થ્ય માટે છે લાભદાયી