ETV Bharat / sukhibhava

ઑક્સફર્ડના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી ક્યૂટનેસની રેટિંગ સિસ્ટમ

ઘણી વસ્તુઓ અને વ્યક્તિઓને આપણને થાય છે કે કેટલી ક્યૂટ છે પણ વૈજ્ઞાનિકોએ આ ક્યૂટનેસને માપવાની પદ્ધતિ પણ શોધી છે. જેના આધારે આપણે જાણી શકીશું કે આપણને તે વ્યક્તિ, વસ્તુ અથવા બાળક કેટલું ક્યૂટ લાગ્યું છે.

ઑક્સફર્ડના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી ક્યૂટનેસની રેટિંગ સિસ્ટમ
ઑક્સફર્ડના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી ક્યૂટનેસની રેટિંગ સિસ્ટમ
author img

By

Published : Mar 27, 2021, 5:24 PM IST

  • ક્યૂટનેસ આપણા મગજ પર કેવી અસર કરે છે
  • સારો વ્યક્તિ બનવામાં મદદ કરે છે ક્યૂટનેસ
  • ક્યૂટનેસ આપણા મગજને કરે છે હેક

ન્યૂઝ ડેસ્ક : ઘણી વખત નાના બાળકોને આસપાસ રમતા જોઇને અકારણે મોઢામાંથી નિકળી જાય છે કે કેટલા વ્હાલા લાગે છે. તેમની મસ્તી, આંખો અને હસી આપણેને આકર્ષિત કરે છે પણ શું તમે જાણો છો કે આપણા મનમાં આ ભાવ ઉત્પન્ન થવા એ ન્યુરૉલોજિકલ ઘટના છે. ઑક્સફર્ડના વૈજ્ઞાનિકોએ ન્યુરોઇમેજિંગ ટેક્નોલોજીથી એક સિસ્ટમ તૈયાર કરી છે કે જેથી તમે માપી શકશો કોઇ વસ્તુ તમારી આંખોને કેટલી ગમી રહી છે એટલે પ્રચલિત ભાષામાં કહીએ તો તમને કેટલું ક્યૂટ લાગ્યું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સંશોધનથી લોકો અને તેમના બાળકો વચ્ચેનો સંબંધ વધારે સારો કરવામાં મદદ મળશે સાથે જ મગજ અને અન્ય પ્રણાલીઓને સમજવાની પણ તક મળશે.

શું છે ન્યૂરોઇમેજિંગ ટેકનિક ?

ન્યૂરોઇમેજિંગ ટેકનિક અને તેની મદદથી થતી ગતિવિધીઓ તથા નવી પ્રણાલીઓ પર આધારિત આ શોધ મુજબ આપણે કોઇ પણ બાળક અથવા કોઇ વસ્તુ કે જીવને જોઇએ છીએ, જે આપણને જોવામાં ખુબ જ સુંદર લાગે છે. તો આપણા મગરમાં ઑર્બિટોફ્રાન્ટલ કોર્ટેક્સ એટલે કે મગજની ભાવનાઓ સર્જાય છે તે ભાગ સક્રિય થઇ જાય છે. આ ભાગ આંખોની પાછળ હોય છે અને મનપસંદ વ્યક્તિ, જીવ તથા વસ્તુઓ જોયા પછી થોડી જ સેકન્ડ્સમાં મગજમાં જાગૃત થાય છે. સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ન્યૂરોઇમેજિંગ ટેકનિકની મદદથી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ઑર્બિટોફ્રૉન્ટલ કોર્ટેક્સ કેવી રીતે કામ કરે છે.

વધુ વાંચો: પ્રદૂષણ મુક્ત સુખી જીવન માટે ઇલેક્ટ્રિક વાહનો...

ક્યૂટનેસ આપણા મગજને કરે છે હેક

યૂનિર્વસિટીના ન્યુરોસાન્યસ વિભાગના પ્રોફેસર મૉર્ટન ક્રિંગલબેક અનુસાર આપણા મગજમાં ઑર્બિટોફ્રૉન્ટલ કૉર્ટેક્સ સક્રિય થાય છે. સામે ઉપસ્થિત વ્યક્તિ, જીવ અને વસ્તુની ક્યૂટનેસ આપણા મગજને હેક કરી લે છે. આ એક ન્યૂરોલૉજિકલ પ્રક્રિયા છે. પ્રોફેસરે જણાવ્યું કે હજારો વર્ષોથી આપણી પ્રજાતિ વિકસિત થઇ રહી છે. તમામ પ્રક્રિયાઓ મગજના કાર્યો પર આધાર રાખે છે. મગજની ધીમી ગતિથી ચાલવાની પ્રક્રિયા મગજની રચના અને ક્ષમતાને વધુ સારી બનાવવાની શક્યતા વધે છે. ઑર્બિટોફ્રોન્ટલ કોર્ટેક્સ આપણા શરીરના વિકાસની ગતિ પર નજર રાખે છે સાથે જ નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે.

વધુ વાંચો: કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાનો ખતરો વધારે: સંશોધન

ક્યૂટનેસ વધારે સારો વ્યક્તિ બનવામાં કરે છે મદદ

પ્રોફેસર ક્રિંગલબેકએ જણાવ્યું છે કે મગજની ક્ષમતા જાણવા માટે ન્યૂરૉઇમેજિંગ ટેકનિકનો વિકાસ કર્યો છે. મગજના સ્કેનિંગની આ ટેકનિકમાં ચુંબકિય ક્ષેત્રોનો ઉપયોગ કરીને પ્રતિ સેકેન્ડમાં મગજની હિલચાલ નોંધી શકાય છે. ક્યૂટનેસ મેપિંગ સિસ્ટમના પ્રયોગથી સામે આવ્યું છે કે માણસને ક્યૂટનેસથી વધારે સારો વ્યક્તિ બનવામાં મદદ મળે છે. બાળકની ક્યૂટનેસ માતાપિતા અને બાળકની વચ્ચે વ્યવહારિક સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. બાળકના જન્મ પછી પૉસ્ટ ડિલિવરી ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પણ મદદ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.