ETV Bharat / sukhibhava

નાના બાળકો માટે વરદાન છે ORS Solution, વર્લ્ડ ઓઆરએસ દિવસ 2021

વૈશ્વિક સ્તરે ઓઆરએસ ડે વિશ્વવ્યાપી લોકોને ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ (ઓઆરએસ) ની આવશ્યકતા અને ઉપયોગિતાને સમજાવવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ORS દિવસ 29 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો હેતુ માત્ર ડાયેરિયા જ નહીં પણ શરીરમાં પાણીની કમીને દૂર કરવા માટે ORSના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.

નાના બાળકો માટે વરદાન છે ORS Solution, વર્લ્ડ ઓઆરએસ દિવસ 2021
નાના બાળકો માટે વરદાન છે ORS Solution, વર્લ્ડ ઓઆરએસ દિવસ 2021
author img

By

Published : Jul 29, 2021, 5:15 PM IST

  • દર વર્ષે 29 જુલાઈએ ઉજવાય છે ORS દિવસ
  • ડાયેરિયા અને તે સંબંધિત જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ
  • શરીરમાં પાણીની કમીથી દર વર્ષે 15,00,000 લોકો મૃત્યુ પામે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબ્લ્યુએચઓ ( WHO ) મુજબ દર વર્ષે 5 વર્ષથી ઓછી વયના આશરે 50,0000 બાળકો વિશ્વભરમાં ફક્ત ઝાડાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ડોકટરો અને નિષ્ણાતો માને છે કે જો બાળકોને યોગ્ય સમયે ઓઆરએસ (ORS) આપવામાં આવે તો મોટી સંખ્યામાં બાળકોને બચાવી શકાય છે.

ઓઆરએસ શું છે અને તેના ફાયદા

રાષ્ટ્રીય આરોગ્ય પોર્ટલ ( નેશનલ હેલ્થ પોર્ટલ ) અનુસાર, ઓઆરએસ (ORS) એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના અભાવને દૂર કરે છે. ઝાડાની સમસ્યાને દૂર કરવા માટે આ સૌથી કિફાયતી સારવાર છે. જ્યારે બાળકને ઝાડાઉલટી થાય ત્યારે તેને સ્વચ્છ અથવા ઉકાળેલા પાણીમાં ઓઆરએસ મિશ્રણ કરીઆપવામાં આવે તો તેના શરીરમાં પાણીની કમી થતી નથી. ઓઆરએસ સોલ્યુશનની સહાયથી આંતરડા સોડિયમની સાથે ગ્લુકોઝ અને પાણીને શોષી લે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર ઓઆરએસ સાથે ઝીંકની જોડી બનાવવી એ ભારે ઝાડા અને ડિહાઇડ્રેશનની સૌથી મહત્વપૂર્ણ સારવાર છે. ઓ.આર.એસ.માં ક્ષારના 3 પ્રકારો છે જેમાં સોડિયમ ક્લોરાઇડ અથવા સાદું મીઠું, ટ્રીસોડિયમ સાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરાઇડ શામેલ હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ઝાડા, ઝાડા જેવી પરિસ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે ઓઆરએસને જરુરી માને છે.
આ લોકોએ ઓઆરએસનું વધુ ધ્યાન રાખવું જોઇએ
ઝાડા જ નહીં તે સામાન્ય ડિહાઇડ્રેશનમાં પણ ORS ફાયદાકારક છે. ઓઆરએસ વર્ષ 2019માં હાથ ધરાયેલા એક સંશોધન મુજબ, ડી-હાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછતને કારણે દર વર્ષે લગભગ 15,00,000 લોકો મૃત્યુ પામે છે. ડિહાઇડ્રેશન કોઈપણ ઉંમરે થાય છે. પરંતુ ઓઆરએસ સોલ્યુશનથી તમામ ઉંમરના લોકોને ઘણો ફાયદો થાય છે. આ સિવાય, રમતવીરો, નિયમિત કસરત કરતા લોકો અથવા એવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કે જેઓ ખૂબ પરસેવો વહાવેે છે અને જેમના શરીરમાં પાણીની અછત વધુ હોય છે, તેઓએ પણ નિયમિતપણે ORSનું સેવન કરવું જોઈએ. ઘરે પણ તમે ORSનું સોલ્યુશન બનાવી શકો છો.

ઘેર પણ બનાવી શકાય છે ઓઆરએસ

ORS તમામ હોસ્પિટલો અને તબીબી દુકાનમાં પેકેટના રુપમાં સરળતાથી મળી રહે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ જરુરતના સમયે ઓઆરએસ પેકેટ મેળવવા માટે અસમર્થ હોય, તો તે ઘેર પણ બનાવી શકાય છે. આ માટે, 1 લિટર સાફ (ઉકાળેલા) પાણીમાં 30 ગ્રામ અથવા 6 ચમચી ખાંડ અને અડધો ચમચી મીઠું નાખો, તેને સારી રીતે મીલાવી દો અને બોટલમાં ભરી દો. ઝાડા થવાના કિસ્સામાં બાળકોને દિવસમાં ઘણીવાર એક એક ઘૂંટડાના માપમાં આ સોલ્યુશન આપવું જોઈએ. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડોકટરો દ્વારા દરેક સ્ટૂલ પછી 60 થી 125 ઓઆરએસ આપવું જોઈએ. 2 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં, આ માપ 250 મીલી હોવું જોઈએ. તેવી જ રીતે, 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો, પુખ્ત વયના અને વૃદ્ધોએ ઝાડા પછી દર વખતે 250 મિલીથી 400 મિલી અને ઓઆરએસ સોલ્યુશન લેવું જોઈએ.
ઓઆરએસ વાપરવામાં ધ્યાન આપવા યોગ્ય વાતો

ઓઆરએસ ( ORS )સોલ્યુશન ફક્ત સ્વચ્છ પાણીમાં બનાવવુંં જોઈએ. તેને દૂધ, રસ અથવા સૂપમાં ભેળવવવું ન જોઈએ અને ખાંડને અલગથી નાંખી ન જોઇએ. જો બાળક આ ઓઆરએસ એકવાર પીધા પછી ઉલટી કરે તો પછી થોડા સમય પછી પણ ફરીથી આ સોલ્યુશન આપવું જોઈએ. દર 2 કલાકમાં નવું ઓઆરએસ બનાવવું જોઇએ. લાંબા સમય પહેલા તૈયાર કરેલા સોલ્યુશનનો ઉપયોગ ન કરવો જોઇએ. ઓઆરએસના સોલ્યુશનને 24 કલાકથી વધુ ન રાખવું જોઈએ, કારણ કે તેમાં બેક્ટેરિયા વધે છે. ઓઆરએસ સોલ્યુશન બનાવતાં પહેલાં હાથને સાબુથી સારી રીતે ધોઈ લો. જો ઓઆરએસ સોલ્યુશન પીધા પછી, ઉલટી થવી, ચક્કરની સમસ્યા વધુ ગંભીર બને તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. જો એમ ન કરવામાં આવે તો ઓઆરએસ શરીરમાં પાણીની તંગીને પૂર્ણ કરવામાં સક્ષમ બનતું નથી.

આ પણ વાંચોઃ નિયમિત Eye Exercise થી Eyesને રાખો તેજીલી

આ પણ વાંચોઃ Influenza Vaccine બાળકોમાં કોરોનાના જોખમને ઘટાડી શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.