ETV Bharat / sukhibhava

બાળકોની બૌદ્ધિક ક્ષમતાઓ કઈ રીતે વધારી શકાય? જુઓ - સુખીભવઃ

સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકોમાં એવી ધારણા જોવા મળી રહી છે કે, જો તેમના બાળકો માનસિક યોગ્યતા વધારનારી ટોનિક (Mental fitness enhancing tonic)નું નિયમિત સેવન કરશે તો તેમના બાળક દરેક પ્રકારની સ્પર્ધા અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશે. જે સાચું નથી. બાળકોના પ્રદર્શન તેમની સ્વભાવિક બુદ્ધિમતા અને તેમના શિખવા અને સમજવાની પ્રાકૃતિક ક્ષમતા પર નિર્ભર કરે છે.

બાળકોની બૌદ્ધિક ક્ષમતાઓ કઈ રીતે વધારી શકાય? જુઓ

author img

By

Published : Jul 12, 2021, 1:45 PM IST

  • દરેક વાલીઓ પોતાના બાળકોના માનસિક વિકાસ માટે હોય છે ચિંતિત
  • કેટલાક વાલીઓ બાળકોના માનસિક વિકાસ માટે ટોનિકનો લે છે સહારો (Mental fitness enhancing tonic)
  • બાળકોનું પ્રદર્શન તેમની સ્વભાવિક બુદ્ધિમતા અને શિખવાની અને સમજવાની પ્રાકૃતિક ક્ષમતા પર નિર્ભર છે

ન્યૂઝ ડેસ્કઃ સામાન્ય રીતે દરેક વાલીઓ પોતાના બાળકોના વિકાસને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. વાલીઓ એમ પણ ઈચ્છે છે કે તેમના બાળકોનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય, પરંતુ અમુક વાલીઓ તો પોતાના બાળકોના માનસિક વિકાસ માટે તેમને ટોનિકનું સેવન (Mental fitness enhancing tonic) કરવા કહે છે. આ વાલીઓ માને છે કે, ટોનિકની મદદથી તેમના બાળકોની માનસિક યોગ્યતા વધશે અને તેઓ સ્પર્ધા અને પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરી શકશે, જે ખોટું છે. બાળકોનું પ્રદર્શન તેમની સ્વભાવિક બુદ્ધિમતા અને તેમની શિખવાની અને સમજવાની પ્રાકૃતિક ક્ષમતા પર નિર્ભર કરે છે.

આ પણ વાંચોઃ વિશ્વ હાયપરટેન્શન ડે 2021

કેટલાક બાળકોની બૌદ્ધિક ક્ષમતા અન્ય બાળકો કરતા સારી હોય છે

દરેક બાળકોની શિખવાની ક્ષમતા અલગ અલગ હોય છે, પરંતુ કેટલાક બાળકો એવા હોય છે કે જેને કંઈ પણ શિખવા અને સમજવા માટે મહેનત કરવી નથી પડતી. કારણ કે, તેમની બૌદ્ધિક ક્ષમતાઓ બીજા બાળકોની સરખામણીમાં સારી હોય છે. ઈટીવી ભારત સુખભવઃ સાથે વાત કરતા જગદીશા ચાઈલ્ડ ગાઈડેન્સ એન્ડ લેક્ટેશન મેનેજમેન્ટ ક્લિનિક (Child Guidance and Lactation Management Clinic), નાસિક મહારાષ્ટ્રની ડો. શમા જગદીશ કુલકર્ણી જણાવે છે કે, બાળકોની બૌદ્ધિક ક્ષમતાને વધારવા માટે તેમને યોગ્ય પોષણ આપવાની સાથે જ બાળપણથી જ પ્રયાસ કરવાની જરૂર છે.

આઈક્યૂ ટેસ્ટ (IQ Test)થી જાણી શકાય છે બાળકોની બુદ્ધિમતા

ડો. શમા જણાવે છે કે, કોઈ પણ બાળકની બૌદ્ધિક, શારીરિક અને માનસિક ક્ષમતા (Intellectual, physical and mental ability) તેમની પ્રાકૃતિક પ્રતિભાની જાણકારી આપે છે. એવા બાળકો જે બીજાની બરાબરીમાં વધુ તીવ્રતાથી અને સારી રીતે શિખે અને સમજે છે તો માની શકાય કે, તેમની બુદ્ધિનું સ્તર ઘણું વધારે છે. બુદ્ધિના માપ માટે બાળકોનો આઈક્યૂ ટેસ્ટ (IQ Test) પણ કરી શકાય છે, જેના પરિણામના આધારે પોતાની બુદ્ધિને જાણી શકાય છે. જે બાળકોનો આઈક્યૂ (IQ) 80થી 100ની વચ્ચે હોય તેમને સામાન્ય શ્રેણીમાં રાખવામાં આવે છે. જ્યારે 100થી 120 વચ્ચે આઈક્યૂ (IQ) ધરાવતા બાળકોને સામાન્યથી ઉપરની શ્રેણીમાં, જ્યારે 120થી 140ની વચ્ચે આઈક્યૂ (IQ) ધરાવતા બાળકોને બુદ્ધિમાન તેમ જ 140થી વધુ આઈક્યૂ (IQ) ધરાવતા બાળકોને અસાધારણ શ્રેણીમાં રાખવામાં આવે છે. જાણવા જેવી વાત એ છે કે, ફક્ત સામાન્ય આરોગવાળા બાળકો જ નહીં, પરંતુ કેટલીક વાર સ્પેક્ટ્રમ ડિસઓર્ડરવાળા કેટલાક બાળકોમાં પણ એવા ગુણ જોવા મળે છે, જેનાથી તેમને ગિફ્ટેડ શ્રેણીમાં રાખવામાં આવે છે.

વાલીઓએ ટોનિક પર નહીં આહાર પર ધ્યાન આપવો જોઈએ

ડો. શમીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે બાળકોની બુદ્ધિ વધારવા માટે માતાપિતા ડોક્ટર્સ પાસેથી મેમરી ટોનિક, મલ્ટિવિટામીન અને અન્ય પ્રકારની ટોનિક આપવાની ભલામણ કરે છે, પરંતુ કોઈ પણ ટોનિકની તુલનામાં આહાર પોષણ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. પ્રોટિન, વિટામીન, ખનીજયુક્ત ભોજન કે જેમાં શાકભાજીઓ, અંકુરિત દાળ અને અનાજોનો સમાવેશ થાય છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં આ મદદ કરે છે.

આ પણ વાંચોઃ હોળી અને ધૂળેટી પાછળની પૌરાણિક માન્યતા, ધુળેટીના રંગો કેટલા સ્વાસ્થ્ય માટે ઉપયોગી

વધુમાં વધુ માત્રામાં સ્તનપાન કરનારા મોટાભાગના બાળકોમાં ઉચ્ચ શ્રેણીનો આઈક્યૂ (IQ) હોય છે

ડો. શમીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા જીવનના પહેલા 1,000 દિવસમાં માથામાં વાયરિંગ થાય છે. એટલે કે ન્યૂરોન્સ અને તંત્રિકાઓમાં આપસી સંબંધ બને છે, જેનાથી માથાનો વિકાસ થાય છે. જ્યારે ગર્ભાવસ્થાના 280 દિવસમાં માતાથી પોષણ સંપૂર્ણરીતે મળવું જોઈએ. આ ઉપરાંત જન્મ પછી પહેલા 6 મહિનાના બાળકને માત્ર સ્તનપાન જ કરાવવું જોઈએ. વધુમાં વધુ માત્રામાં સ્તનપાન કરનારા મોટાભાગના બાળકોમાં ઉચ્ચ શ્રેણીનો આઈક્યૂ હોય છે. આ સાથે જ બાળકોની આસપાસનું વાતાવરણ, તેમની આસપાસના લોકોનો વ્યવહાર, તેમનો આહાર અને માતાપિતાની આદતો પણ બાળકોના બૌદ્ધિક વિકાસ (Intellectual development)ને અસર કરે છે. આ ઉપરાંત એવા કાર્યો અને રમતનો અભ્યાસ કે જેમાં દરેક 5 ઈન્દ્રિયોને સંબોધિત કરવામાં આવે. તેનાથી પણ બાળકોનો સર્વાંગી વિકાસ સારો થાય છે.

પ્રોસેસ્ડ ફૂડમાં કોઈ પોષણ નથી હોતું એટલે બાળકોને ન આપવું

બાળકોના સારા બૌદ્ધિક સ્તર અને માનસિક વિકાસ (Intellectual level and mental development) માટે આહાર સાથે જોડાયેલી અમુક વાતો ધ્યાન રાખવી જોઈએ, જેવી કે, ડીએચએયુક્ત ભોજન (DHA-rich meals) આપવું જોઈએ. આ ભોજનમાં અકરોટ, અળસી, શેવાળ, ચિયા બીજ, ભાંગના દાણા, એડમ બીન્સ, રાજમા, સોયાબીન, માછલીમાં પ્રચુર માત્રામાં ડીએચએ મળે છે, જે બાળકોના બૌદ્ધિક સ્તર અને માનસિક વિકાસમાં મદદ કરે છે. આ ઉપરાંત ડબ્બામાં બંધ અને પ્રોસેસ્ડ ફૂડમાં કોઈ પણ પોષણ મૂલ્ય નથી હોતા. આ બાળકોને ન આપવું જોઈએ. ભોજનમાં સમગ્ર અનાજ અને પોલિસ કર્યા વગરની દાળ સામેલ કરે. કારણ કે, તેનું સંયોજન માથાના નિર્માણમાં મદદ કરે છે. આ અંગે વધુ વિગત માટે kulkarnishamaj@gmail.com પર સંપર્ક કરવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.