હૈદરાબાદ :7 ઓગસ્ટ, 2015ના રોજ ચેન્નઇની મદ્રાસ યુનિવર્સીટીના સેન્ટીનરી હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ નેશનલ હેન્ડલુમ દિવસનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. નેશનલ હેન્ડલુમ દિવસની ઉજવણીનું આ છઠ્ઠુ વર્ષ છે.
હાથસાળ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અને હાથસાળના કારીગરોના સમ્માનમાં દર વર્ષે સાત ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય હાથસાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય હાથસાળ દિવસના રોજ દેશના સામાજીક-આર્થિક વિકાસમાં તેમજ હાથસાળના કારીગરોના જીવનધોરણને ઉંચુ લાવવામાં હાથસાળ ઉદ્યોગના યોગદાનને લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
હેન્ડલુમ ઇન્ડસ્ટ્રીના મહત્વને લઈને જાગૃતિ ફેલાવવા માટે યુનીયન ગવર્મેન્ટ દ્વારા 2015માં 7 ઓગસ્ટના દીવસને નેશનલ હેન્ડલુમ ડે ઘોષિત કરવામાં આવ્યો હતો. 7 ઓગસ્ટ, 2015ના રોજ ચેન્નઇની મદ્રાસ યુનિવર્સીટીના સેન્ટીનરી હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ નેશનલ હેન્ડલુમ દિવસનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. નેશનલ હેન્ડલુમ દિવસની ઉજવણીનું આ છઠ્ઠુ વર્ષ છે.
ઇતિહાસ:
બ્રીટીશ સરકાર દ્વારા બંગાળના ભાગલાના વિરોધમાં 905માં કલકત્તા ટાઉનહોલમાં આ દિવસે શરૂ કરાયેલ સ્વદેશી આંદોલનને યાદગાર બનાવવા માટે 7 ઓગસ્ટને નેશનલ હેન્ડલુમ દિવસ તરીકે પસંદ કરાયો હતો. આ ચળવળનો હેતુ ઘરેલુ ઉત્પાદનો અને તે ઉત્પાદનોની પ્રક્રીયાને પુન:જીવીત કરવાનો હતો.
રાજાઓ અને રાણીઓ હાથવણાટ વાળા વસ્ત્રો પહેરતા હતા કે જે હાથવણાટના વસ્ત્રોમાં રહેલી સમૃદ્ધી અને જટીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેતા હતા. તેના કેટલાક ઉદાહરણો મોહેંજો-દારોમાંથી મળી આવે છે જે એ સમયમાં પણ સુતરાઉ કાપડના ઉદ્યોગના અસ્તિત્વની ખાતરી આપે છે. વર્ષ 1947માં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે કલાકારો અને કારીગરોના ઉત્થાન માટે સરકારે કેટલીક યોજનાઓ અને નીતિઓની રચના કરી હતી જે પછીના વર્ષોમાં આ ક્ષેત્રના વિકાસ અને ઉત્થાન માટે ખુબ મદદરૂપ સાબીત થઈ હતી. 7 ઓગસ્ટ, 2015ના રોજ પ્રધાનમંત્રીએ પ્રથમ રાષ્ટ્રીય હાથસાળ દિવસનું ઉદઘાટન કર્યુ હતુ. આ તારીખનું ભારતના ઇતિહાસમાં ખુબ જ મહત્વ છે કારણ કે આ જ તારીખે વર્ષ 1905માં સ્વદેશી ચળવળની શરૂઆત કરવામાં આવી હતી.
હાથસાળ ઉદ્યોગનું મહત્વ:
- દેશના અર્થતંત્રમાં હેન્ડલુમ ઇન્ડસ્ટ્રીનું ખુબ મોટુ યોગદાન છે.
- વણાટકામ અને તેને લગતી અન્ય પ્રવૃતિઓમાં જોડાયેલા 65 લાખથી વધુ લોકોને સીધી રીતે રોજગાર આપતા કેટલાક ઉદ્યોગોમાંનો આ એક સૌથી મોટો ઉદ્યોગ છે.
- ઐતિહાસીક યુગથી જ ભારત હેન્ડલુમ માટે જાણીતુ છે. કાપડનો ઉપયોગ, ડીઝાઇનર આર્ટ પીસ બનાવવા માટે તેમજ તેનાથી સંસ્કૃતિને વ્યક્ત કરવા માટે તૈયાર કરાયેલી ટેક્નીક ભારતના ઐતિહાસીક પાયાનો એક ભાગ છે.
- આ ઉદ્યોગ એટલો મજબૂત છે કે પ્રી-ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનના 14% અને કુલ નિકાસનો 30% હિસ્સો હાથસાળ ઉદ્યોગ ધરાવે છે.
- આ ક્ષેત્ર દેશના કાપડના કુલ ઉત્પાદનમાં લગભગ 15% જેટલો ફાળો આપે છે અને દેશની નિકાસ કમાણીમાં પણ તેનો મહત્વનો ફાળો છે. દુનિયાનું 95% હાથવણાટનું કાપડ ભારતમાંથી આવે છે.
- વર્ષ 2017-18માં કુલ 7990 સ્કવેર મીટરનું ઉત્પાદન નોંધાયુ હતુ. વર્ષ 2017-18 દરમીયાન કુલ 2280.19 કરોડ રૂપિયાની હાથસાળની ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી જ્યારે વર્ષ 2018-19 (નવેમ્બર સુધી) દરમીયાન કુલ 1554.48 કરોડ રૂપિયાની હાથવણાટની ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી.
- સ્વતંત્ર પાવર લુમ્સ, આધુનિક ટેક્સટાઇલ મીલ્સ, તેમજ અત્યાધુનિક હેન્ડલુમ અને ગાર્મેન્ટ જેવા કેટલાક પાસાઓ સાથે તે ભારતનો બીજો સૌથી મોટો ઉદ્યોગ છે. આ પાસાઓથી વિદેશના બજારોમાં પણ આ બનાવટો પ્રખ્યાત બની છે અને તેની માંગમાં વધારો થયો છે.
- અલગ અલગ સ્થળો પર તેના કેન્દ્રો સાથે હાથસાળ ઉદ્યોગ એ ભારતનો ખુબ પ્રાચીન કુટીર ઉદ્યોગ છે. દેશમાં લાખો લોકો માટે વર્ષોથી તે આજીવિકાનો સ્ત્રોત છે.
- હેન્ડલુમ ટેક્સટાઇલ ઉદ્યોગ એ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો એક અભિન્ન અને કાયમી ભાગ છે. ભારતની હાથસાળમાં રહેલી કળા અને હસ્તકલાને કારણે તે સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં ઉચ્ચ સ્થાન પર રહેવાની ક્ષમતા ધરાવે છે.
- કુલ અર્બન હેન્ડલુમના કારીગરોમાંથી તમીલનાડુમાં સૌથી વધુ 21.65%, ત્યારબાદ પશ્ચીમ બંગાળમાં 19.9%, આંધ્ર પ્રદેશમાં 19%, ઉત્તરપ્રદેશમાં 16.6% અને મણીપુરમાં 8.2% કારીગરો આવેલા છે. હેન્ડલુમ ઇન્ડસ્ટ્રીના કુલ શહેરી કારીગરોના 82.4% કારીગરો આ પાંચ રાજ્યોમાંથી આવે છે.
ભારતમાં હાથસાળની બનાવટો:
- સાડી, ઝભ્ભો-સલવાર, કુર્તા, શાલ, સ્કર્ટ, ચોલી-ઘાઘરા, ધોતી, શેરવાની, કુર્તા-ચોરણી, જેકેટ, ટોપી, સ્લીપર્સ, બેડ લીનન, ટેબલ લીનન, ગાદી-તકિયાના કવર, પડદા, બેગ અને પર્સ, ચટાઈ અને સાદડીઓ, ફાઇલ કવર વગેરે...
- હાથસાળ ઉદ્યોગ માટે સરકારની યોજનાઓ:
- કોમ્પ્રીહેન્સીવ હેન્ડલુમ ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ
- કોમ્પ્રીહેન્સીવ હેન્ડલુમ્સ ડેવલપમેન્ટ સ્કીમ
- યાર્ન સપ્લાય સ્કીમ
- નોર્થ ઇસ્ટર્ન રીજન ટેક્સ્ટાઇલ પ્રમોશન સ્કીમ
- હેન્ડલુમ વીવર્સ કોમ્પ્રીહેન્સીવ વેલફેર સ્કીમ
હાથસાળ ઉદ્યોગ પર Covid-19ની અસરો:
Covid-19ને કારણે વિશ્વભરના વેપાર-ઉદ્યોગમાં મોટો વિક્ષેપ પડ્યો છે અને ભારતનું અર્થતંત્ર પણ તેમાં બાકાત નથી, તેને પણ આ મહામારીની નકારાત્મક અસર પહોંચી છે. આ મંદીની અસર તમામ લોકો સુધી પહોંચી છે. કારીગરો માટે તમામ પરંપરાગત અને સમકાલીન બજારો અને આર્થિક વ્યવહારો બંધ થવાને કારણે હાથસાળ ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે.
Covid-19ને કારણે આવેલા મુખ્ય અવરોધો: વિશ્વભરમાં થયેલા લોકડાઉનને કારણે અને મહામારી બાદ પણ પરીસ્થીતિ સામાન્ય થવાના કોઈ સંકેતો ન મળવાને કારણે રીટેઇલર્સના સ્ટોર બંધ થયા હતા જેના પરીણામે આ ઉદ્યોગમાં રોકાયેલા કારીગરોને મળતા ઓર્ડરમાં અચાનક રૂકાવટ આવી હતી. વેચાણ બીલકુબ બંધ થવાને કારણે અને ખરીદનાર પણ પૈસાની ચુકવણી કરી ન શકવાને કારણે આર્થિક વ્યવહારમાં રૂકાવટ આવી હતી. ખરીદદાર નવા ઓર્ડર આપવાની સ્થીતિમાં ન હતા- હસ્તકલાના ક્ષેત્રમાં સામાન્ય કરતા વધુ અગાઉથી ઓર્ડર આપવા પડે છે કારણ કે તેનું ઉત્પાદન-ચક્ર પૂર્ણ કરવામાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી જતો હોય છે. જ્યાંથી કલાકારોની ચીજ-વસ્તુઓનું રોકડ વેંચાણ થાય છે તેવા મેળાવળા અને ઇવેન્ટ આગળના કેટલાક મહિનાઓ સુધી નહી યોજાય. સ્થીતિ ફરી એકવાર સામાન્ય થાય ત્યાં સુધીમાં ઉનાળાની ઋતુ, કે જ્યારે સુતરાઉ કાપડની સૌથી વધુ માંગ રહે છે તે પણ પસાર થઈ ચુકી હશે. આ સ્થીતિના કારણે આર્થિક વ્યવહારોમાં વિક્ષેપ ઉભો થશે એટલુ જ નહી પરંતુ તેનાથી વધુ કેટલીક ચીજવસ્તુ બનાવવા માટે સુતરમાં રોકાણ કરવાની તેમની ક્ષમતા પર પણ અસર પહોંચશે.
આઘાતજનક પરીસ્થીતિ સામેના પ્રતિસાદ માટેના પગલા: નાના કારીગરો અને ઉત્પાદકોના જૂથ પાસે આ પ્રકારની કટોકટીને પહોંચી વળવા માટેની આર્થિક સગવડ હોતી નથી તેમજ તેમને કાચા માલના સપ્લાયર પાસેથી ઉધારમાં કાચો માલ પણ મળતો નથી. અનૌપચારીક અર્થવ્યવસ્થાનો ભાગ હોવાને કારણે આ કારીગરો બેંક કે કોઈ પૈસા ધીરાણ કરતી પેઢી પાસેથી ઉધાર નાણા મેળવવા માટે પણ તેઓ સમર્થ હોતા નથી. જો કે સરકાર અમુક અંશે મફત રાશન આપે છે પરંતુ તેમ છતા જે કારીગરો મોટા વણાટકારો અને વેપારીઓ માટે રોજમદાર તરીકે કામ કરે છે તેમના માટે પોતાના પરીવારનું ભરણ-પોષણ કરવુ અને જો સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી આવે તો તેને પણ પહોંચી વળવુ ખુબ મુશ્કેલ હોય છે.
હાથસાળ ઉદ્યોગોનું પુનરુત્થાન:
સ્મૃતિ ઈરાની – કપડામંત્રી સ્મૃતિ ઈરાનીએ 1 ઓગસ્ટ 2017ના રોજ ભારતના હાથસાળ ઉદ્યોગને સપોર્ટ કરતી એક તસવીર ટ્વીટ કરી હતી ત્યારે તેમણે હાથસાળના સુતરાઉ પોષાકને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય કક્ષાના અભિયાનની જાણે સોશીયલ મીડિયા પર શરૂઆત કરી હતી. હકીકતમાં તેમણે સુતરાઉ સાડીમાં સજ્જ પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી અને લોકોને પણ હાથસાળના સુતરાઉ પોષાકમાં પોતાની તસવીર પોસ્ટ કરવાનું આહવાન કર્યુ હતું. આ વિચાર પાછડનો તેમનો ઉદ્દેશ દેશભરમાં ફેલાયેલા 43 લાખ વણાટકારો અને તેમના પરીવારોને ટેકો આપવાનો હતો.
એમી અરીબામ, એરીઆ એથનીક – એમી અરીબામ, અથવા તે જે નામથી વધુ પ્રખ્યાત છે તેવી એમી લીએ જીનપેક્ટમાં પોતાની નવ વર્ષની કારકીર્દીને છોડી દીધી હતી જ્યારે તેઓ હેન્ડલુમ સાડીઓથી પ્રભાવીત થયા અને તેના પ્રેમમાં પડ્યા હતા. તેમને અહેસાસ થયો કે તેમના બજેટને અનુરૂપ એક સારી હાથસાળની સાડી શોધવી મુશ્કેલ છે માટે તેમણે નક્કી કર્યુ તેઓ વણાટકારો પાસેથી આ સાડીઓનો જથ્થો મેળવશે અને તેને દિલ્હી અને ગોરેગાંવની બજારો સુધી પહોંચાડીને લોકો માટે ઉપલબ્ધ કરાવશે.
નેહા પ્રકાશ - 2014માં તેમણે લીયો બર્નેટમાં પોતાની ક્રીએટીવ જોબ છોડી હતી અને 2015માં તેમણે એક શાંતિપૂર્ણ કાર્યની ખોજમાં અને હાથસાળની બનાવટો માટે કામ કરવા માટે બીઝનેસ-ક્લાસ ટ્રાવેલ અને મહત્વના પદોને તિલાંજલી આપી હતી. તેમને તેમની માતાની ગોદરેજની અલમારીમાંથી કાપડ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો હતો. હસ્તકળા શીખવા માટે તેમણે એક વર્ષ સુધી અલગ અલગ જગ્યાઓ પર મુસાફરી કરી અને તેઓ હસ્તકળાના કારીગરોના ગામડાઓમાં તેમની સાથે રહ્યા. આ ટીમ માત્ર તેમના ફેસબુક પેજ પર આ ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે અને તેના માટે તેમને સમર્પિત બજાર પણ મળી રહ્યુ છે.
સોનલ ગુપ્તા – સોનલ ગુપ્તા અને રાજેશ્રી ગુપ્તા દ્વારા 2015માં ‘નવરંગ’ની સ્થાપના કરવામાં આવી છે. ‘નવરંગ’ દેશના સાત રાજ્યોમાંથી પરંપરાગત હાથસાળની ચીજ-વસ્તુઓને દુનિયામાં અલગ અલગ જગ્યાએ ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે. ‘નવરંગ’ સરકાર દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં સમવિષ્ટ કારીગરો પાસેથી મટીરીયલ મેળવે છે તેમજ નેશનલ એવોર્ડ વિજેતા કારીગરો માટે જાગૃતિ લાવવા માટે પણ કામ કરે છે. તેઓ સ્થાનિક કારીગરો પાસેથી ઉત્પાદનો મેળવવા પર ભાર આપે છે. તેનો મતલબ એ છે કે તેઓ ફુલકરી મેળવવા માટે પટીયાલાના અને કંથા મેળવવા માટે શાંતીનિકેતનના કારીગરોનો સંપર્ક કરે છે. તેઓએ સરકાર માન્ય કારીગરો અને વણાટકારોને હસ્તગત કર્યા છે જે તેમને અઘિકૃત હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટના ઉત્પાદનો પુરા પાડે છે. આ રીતે તેઓ ઓછી કીંમતે અસલ ચીજવસ્તુ મેળવી શકે છે.
બોલીવુડની કેટલીક નામચીન હસ્તીઓ પણ ભારતના હેન્ડલુમને સપોર્ટ કરે છે. કોટનની સાડી પહેરીને હેન્ડલુમને સમર્થન આપતી હસ્તીઓની સંખ્યા ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ વધતી જઈ રહી છે.
હેન્ડલુમને પ્રોત્સાહન આપી રહેલી અભિનેત્રીઓની યાદી પર પણ નજર કરી લો:
- વિદ્યા બાલન
- નીના ગુપ્તા
- કોંકણા સેન
- અરૂંધતી રોય
- પ્રીયંકા ચોપરા
- શબાના આઝમી