ETV Bharat / sukhibhava

શું તમે શાકાહારી છો? જો ‘હા’, તો આજે તમારો દિવસ છે!

માંસાહાર માટે પ્રાણીઓ સાથે આચરવામાં આવતી હિંસાને અટકાવવા માટે શાકાહાર તરફ વળવાનો ઝોક વધી રહ્યો છે. આથી, શાકાહારને ઉત્તેજન આપવા માટે અને તેનાથી આરોગ્ય તેમજ પર્યાવરણને થતા લાભ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે પહેલી ઓક્ટોબરની વર્લ્ડ વેજિટેરિયન ડે (વિશ્વ શાકાહારી દિવસ) તરીકે ઊજવણી કરવામાં આવે છે.

World Vegetarian Day
World Vegetarian Day
author img

By

Published : Oct 4, 2020, 5:47 PM IST

માંસાહાર માટે પ્રાણીઓ સાથે આચરવામાં આવતી હિંસાને અટકાવવા માટે શાકાહાર તરફ વળવાનો ઝોક વધી રહ્યો છે. આથી, શાકાહારને ઉત્તેજન આપવા માટે અને તેનાથી આરોગ્ય તેમજ પર્યાવરણને થતા લાભ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે પહેલી ઓક્ટોબરની વર્લ્ડ વેજિટેરિયન ડે (વિશ્વ શાકાહારી દિવસ) તરીકે ઊજવણી કરવામાં આવે છે. વનસ્પતિ એ શાકાહારી આહારનો સૌથી સામાન્ય સ્રોત છે. આ દિવસ સૌપ્રથમ નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટી (NAVS) દ્વારા 1977માં મુકરર કરવામાં આવ્યો હતો.

શાકાહારના પ્રકારો

નેશનલ હેલ્થ પોર્ટલ (NHP) ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, શાકાહારને વ્યાપક સ્તરે 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાયઃ

  • શુદ્ધ શાકાહાર: તેમાં માત્ર વનસ્પતિ આધારિત આહારનો સમાવેશ થાય છે. આ પ્રકારના આહારમાં કોઇપણ પ્રકારના એનિમલ પ્રોટિન કે પશુની પેદાશો, જેમકે, ઇંડાં, દૂધ કે મધનો સમાવેશ થતો નથી. સામાન્યપણે તેમાં ફળો, શાકભાજી, કઠોળ અને સૂકા મેવાનો સમાવેશ થાય છે.
  • લેક્ટો-વેજિટેરિયન: તેમાં વનસ્પતિમાંથી મળતા આહાર અને ડેરી પેદાશોનો સમાવેશ થાય છે, ઇંડાંનો સમાવેશ થતો નથી.
  • લેક્ટો-ઓવો વેજિટેરિયન: તેમાં વનસ્પતિમાંથી મળતા આહાર, ડેરી ઉત્પાદનો અને ઇંડાંનો સમાવેશ થાય છે.

સંતુલિત આહાર

તમે જે પણ પ્રકારના શાકાહારી બનવાનું પસંદ કરો, તેમાં તમારે શરીરના યોગ્ય વિકાસ અને કાર્યશીલતા માટે પૂરતું પોષણ મળી રહે, તેવો સંતુલિત તંદુરસ્ત આહાર લેવો જોઇએ. NHPએ કયા ખાદ્ય પદાર્થોમાંથી કયાં વિટામિન્સ કે ખનીજ તત્વો મળી રહે છે, તે સૂચવતી વિગતો રજૂ કરી છેઃ

વિટામિન B12:

ડેરી ઉત્પાદનો, ઇંડાં. અનાજ, બ્રેડ

વિટામિન D:

દૂધ અને સૂર્યપ્રકાશ

કેલ્શિયમ:
ડેરી ઉત્પાદનો, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, બ્રોકલી

પ્રોટીન:
કઠોળ, ડેરી ઉત્પાદનો (દૂધ અને ચીઝ), ઇંડાં, ટોફુ (સોયા પનીર) તથા સોયાનાં અન્ય ઉત્પાદનો, કઠોળ અને સૂકો મેવો.

આયર્ન:
ઇંડાં, કઠોળ, સૂકાં ફળો, અનાજ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી

ઝિંક:
સૂકો મેવો, અનાજ, કઠોળ અને કોળાંનાં બીજ

શાકાહાર અપનાવવાના ફાયદા

શાકાહારી હોવાના કેટલાક લાક્ષણિક ફાયદા રહેલા છે અને NHPએ સૂચવ્યા પ્રમાણેના કેટલાક લાભ આ પ્રમાણે છે:

હૃદયની ગંભીર બિમારીઓ અને કેન્સર થવાનું જોખમ ઘટે છે.

ચયાપચયની ક્રિયાને વેગ મળે છે અને તેના કારણે વજન ઘટે છે.

શાકાહારી આહારમાં અનાજ, કઠોળ, સૂકો મેવો, શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે, જે શરીરને ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ તથા જરૂરી ખનીજ તત્વો પૂરાં પાડે છે.

માંસાહારનો ત્યાગ એ ચરબીનું સેવન અટકાવવા માટેના શ્રેષ્ઠ માર્ગો પૈકીનો એક છે.

માંસાહારી ભોજનની તુલનામાં શાકાહારી ભોજનમાં કોલેસ્ટરોલનું સ્તર ઘણું જ નીચું હોય છે.

પ્રાણીઓનો જીવ બચે છે.

“એક સુઆયોજિત શાકાહારી આહાર બાળકો, મહિલાઓ અને વડીલ સહિતનાં તમામ વયનાં લોકોની પોષણલક્ષી જરૂરિયાતને સંતોષી શકે છે. આ માટે તમારા શરીરની પોષણલક્ષી જરૂરિયાતો પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે, જેથી તમે તે પ્રમાણે આહારનું આયોજન કરી શકો.”

શાકાહારી બનવા તરફ પ્રયાણ

મનમાં નિર્ધાર કરો અને તમે શા માટે શાકાહારી બનવા માંગો છો, તેની સમજ મેળવો.

માંસ, માછલી વગેરે આરોગવાની લાલચનો પ્રતિકાર કરો.

ખાદ્ય સામગ્રી બદલો અને ટોફુ અથવા સોયા ચંક્સ (સોયાબિનની વડી) જેવા શાકાહારી વિકલ્પો અપનાવો.

ખાદ્ય ચીજ તૈયાર કરવા માટે વપરાયેલી સામગ્રી જાણવા માટે તેના પરનું લેબલ વાંચો.

ઓનલાઇન ઉપલબ્ધ હોય, તેવી સંખ્યાબંધ સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓ શોધો.

તમારા શાકાહારી મિત્રો પાસેથી કેટલાક બહેતર વિકલ્પો વિશે જાણકારી મેળવો અને ચટાકેદાર શાકાહારી વાનગીઓની લિજ્જત માણવા માટે તેમની સાથે જાઓ.

શાકાહારી મેનુ સંતોષકારક અને વૈવિધ્યસભર હોય છે. વળી, તેમાં સેંકડો વિકલ્પો ઉપલબ્ધ હોય છે. તમારા શરીરની પોષણલક્ષી જરૂરિયાતો માટે શાકાહારી આહાર પૂરતો રહેશે કે કેમ, તેની તમને ખાતરી ન હોય, તો તમે નિષ્ણાત ડાયેટિશ્યન કે ન્યૂટ્રિશનિસ્ટની સલાહ લઇ શકો છો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.