જેરુસલેમ: ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તર ઇઝરાયેલમાં 36 વર્ષીય એક વ્યક્તિનું મગજ ખાનાર અમીબાના કારણે મૃત્યુ થયું હતું. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, આ વ્યક્તિ, જેને કોઈ અંતર્ગત રોગ ન હતો, તે નેગલેરિયાસિસનાથી મૃત્યુ પામ્યો (Died of naegleriasis) હતો, જેને પ્રાઈમરી એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ (PAM) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મગજનો દુર્લભ વિનાશક ચેપ છે.
આ પણ વાંચો: આ પ્રકારના દર્દીઓ લાંબા સમય સુધી કોવિડના લક્ષણો ધરાવે છે
ક્યા જોવા મળે છે અમીબા: આ બ્રેઇન-ઇટિંગ અમીબા (brain eating amoeba) તાજા પાણી, ખાબોચિયા અને અન્ય સ્થિર જળ સ્ત્રોતોમાં જોવા મળે છે અને મૃતકો માટે સંભવિત જોખમની તપાસ ચાલી રહી છે, તે નોંધવામાં આવ્યું છે. દુર્લભ કેસનું નિદાન ગેલીલી સમુદ્રની નજીકના ઉત્તરપૂર્વીય રિસોર્ટ ટાઉન ટિબેરિયાસના પોરિયા મેડિકલ સેન્ટરમાં (Poria Medical Center in Tiberias) થયું હતું અને આરોગ્ય મંત્રાલયની કેન્દ્રીય પ્રયોગશાળાને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: તંદુરસ્ત સ્નાયુઓ તમારી ઉંમર સાથે મજબુત હોવા જરૂરી, જાણો કઈ રીતે રાખી શકાય તેને મજબૂત
શું છે અમીબાના લક્ષણો: PAM ચેપના (PAM infection) પ્રારંભિક તબક્કામાં, જે નાક દ્વારા થાય છે, લક્ષણોમાં ગંભીર માથાનો દુખાવો, તાવ અને ઉલટીનો સમાવેશ થઈ શકે છે. જેમ જેમ ચેપ આગળ વધે છે, લક્ષણો, જે એક્સપોઝરના એકથી નવ દિવસ પછી દેખાય છે, તે અકડાઈ ગયેલી ગરદન, હુમલા અથવા આભાસમાં વિકસી શકે છે. કેસની દુર્લભતાને કારણે, નિદાનની પુષ્ટિ માટે ક્લિનિકલ નમૂનો યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને (US Centers for Disease Control and Prevention) મોકલવામાં આવ્યો હતો.