ETV Bharat / sukhibhava

વાયરલ ઇન્ફેક્શન અને Covid-19 પર ચોમાસાની અસર - covid 19

covid-19 એ જંગલમાં લાગેલી આગ જેવી ભયંકર મહામારી છે જેને કાબુમાં લેવી મુશ્કેલ છે. વિશ્વભરના મોટાભાગના દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યુ, તેનું પાલન પણ થયુ તેમ છતા વિશ્વભરમાં Covid-19ના કેસના આંકડાને કાબુમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. બીજી તરફ, ભારતમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને હવે જ્યારે ચોમાસુ શરૂ થઈ ચુક્યુ છે ત્યારે Covid-19ની મહામારી સાથે વાયરલ ઇન્ફેક્શનથી થતી અન્ય બીમારીઓ પણ શરૂ થઈ ચુકી છે.

વાયરલ ઇન્ફેક્શન
વાયરલ ઇન્ફેક્શન
author img

By

Published : Sep 4, 2020, 12:50 PM IST

હૈદારાબાદ :covid-19 એ જંગલમાં લાગેલી આગ જેવી ભયંકર મહામારી છે જેને કાબુમાં લેવી મુશ્કેલ છે. વિશ્વભરના મોટાભાગના દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યુ, તેનું પાલન પણ થયુ તેમ છતા વિશ્વભરમાં Covid-19ના કેસના આંકડાને કાબુમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. બીજી તરફ, ભારતમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને હવે જ્યારે ચોમાસુ શરૂ થઈ ચુક્યુ છે ત્યારે Covid-19ની મહામારી સાથે વાયરલ ઇન્ફેક્શનથી થતી અન્ય બીમારીઓ પણ શરૂ થઈ ચુકી છે.

નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ (NCDC)ના કહેવા અનુસાર વર્ષ 2019માં ભારતમાં સીઝનલ ઇન્ફ્લુએન્ઝા એ (H1N1)ના 28,789 કેસ નોંધાયા હતા જ્યારે તેના કારણે થયેલા મૃત્યુનો આંકડો 1218 હતો.

ETV Bharat Sukhibhava ટીમે MD (જનરલ મેડીસીન) તેમજ ફીવર હોસ્પીટલના સુપ્રીટેન્ડન્ટ અને હૈદરાબાદની ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્રીવેન્ટીવ મેડીસીનના ડીરેક્ટર, ડૉ. કે. શંકર સાથે વાતચીત કરી હતી તે દરમીયાન તેમણે જણાવ્યુ હતુ કે, “હાલમાં ડેંગ્યુ, સ્વાઇન ફ્લુ અને અન્ય પાણીજન્ય બીમારીઓની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુ ઓક્ટોબર સુધી ચાલશે. જો કે જ્યાં સુધી લોકોમાં હર્ડ ઇમ્યુનીટી ન આવે ત્યાં સુધી Covid-19નો ખતરો સતત રહી શકે છે. તેથી Covid-19 સામેની સુરક્ષાનું કડક રીતે પાલન કરવુ અને અન્ય વાયરલ બીમારીઓ પણ ફેલાઈ રહી હોવાથી વધુ સાવધ રહેવુ ખુબ જ જરૂરી છે.”

વરસાદ Covid-19 વાયરસને કઈ રીતે અસર કરે છે ?

ચોમાસા દરમીયાન ખુબ સીઝનલ વાયરલ ઇન્ફેક્શન ફેલાય છે પરંતુ શું નોવેલ કોરોના વાયરસ પર પણ ચોમાસાની તેવી જ અસર પડે છે જેવી અન્ય વાયરલ ઇન્ફેક્શન પર પડે છે ? ઇન્દોરની એપલ હોસ્પીટલમાં કામ કરી રહેલા અમારા નિષ્ણાંત, MBBS, MD (Medicine), ડૉ. સંજય કે. જૈને જણાવ્યુ હતુ કે, “અત્યાર સુધી આપણે જે અવલોકન કર્યુ છે તેના પરથી કહી શકાય કે વરસાદ Covid-19ના ફેલાવાને કોઈ અસર કરતો નથી. Covid-19 અને અન્ય ફ્લુ વચ્ચેનો આ મુખ્ય તફાવત છે. સામાન્ય વાયરલ ઇન્ફેક્શન પર ઠંડા વાતાવરણ, વરસાદ અથવા ભેજવાળા વાતાવરણની અસર પડતી હોય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારોના પરીણામે વાયરસ સક્રીય બને છે અને ઘણા લોકોમાં ફ્લુની અસર જોવા મળે છે પરંતુ Covid-19ના કીસ્સામાં એમ થયું નથી. Covid-19ના કીસ્સામાં કંઈક અલગ પરીણામ જોવા મળ્યુ છે.”

ડૉ. શંકરે જણાવ્યુ હતુ કે, “જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધે છે ત્યારે લાંબા સમય સુધી વાયરસ હવામાં રહેવાનું વલણ ધરાવે છે. જો કોઈ વ્યક્તિને ખાંસી કે છીંક આવે છે તો તેના બીંદુઓ 6 કલાકથી વધુ સમય સુધી હવામાં રહેવાની શક્યતા છે. તેથી કહી શકાય કે તાપમાનની અસર વાયરસના સક્રીય રહેવાના સમયગાળા પર થાય છે અને તેથી જ જ્યારે તાપમાન નીચુ હોય અથવા વાતાવરણમાં સતત ભેજ હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય છે.”

વાયરલ ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય છે ?

વ્યક્તિને વાયરલ ફીવર થવાનું મુખ્ય કારણ વાતાવરણમાં આવતો બદલાવ છે. ચેપગ્રસ્ત દર્દીની છીંક કે ખાંસીથી પણ વાયરલ ઇન્ફેક્શન ફેલાય શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ વરસાદમાં ભીંજાય છે તો પણ તેને વાયરલ ફીવર થવાની સંભાવના રહે છે. ડૉ. સંજય જણાવે છે કે, જ્યારે વ્યક્તિ વરસાદમાં ભીંજાય છે ત્યારે તેના શરીરના તાપમાનમાં અચાનક બદલાવ આવે છે જે તાવ અને ઠંડી લાગવાનું કારણ બની શકે છે. આ ઉપરાંત આપણા શરીરમાં ‘કોમનસેલ્સ’ નામના કેટલાક વાયરસ અને બેક્ટેરીયા હોય છે જે સામાન્ય રીતે શરીરને નુકસાન પહોંચાડતા નથી પરંતુ, શરીરના તાપમાનમાં આવતા બદલાવને કારણે તે સક્રીય બને છે અને વ્યક્તિને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

વાયરલ ફીવરથી કેવી રીતે બચી શકાય ?

લોકોએ એ યાદ રાખવાની જરૂર છે કે અન્ય વાયરલ ઇન્ફેક્શનની સાથે, Covid-19ના કેસ પણ વધી રહ્યા છે માટે લોકોએ પહેલા કરતા વધુ સાવધાની રાખવાની જરૂર છે. ડૉ. સંજય દ્વારા સુચવવામાં આવેલા કેટલાક પગલાઓ આ પ્રમાણે છે:

1.સાબુ અને પણી વડે તમારા હાથને 20 સેકન્ડ સુધી વારંવાર ધોવો અથવા આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ રબ એટલે કે સેનીટાઇઝર વડે તેને સાફ કરો.

2.સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરો. અન્ય વ્યક્તિથી ઓછામાં ઓછુ છ ફુટનું અંતર રાખો અને ભીડ વાળી જગ્યા પર જવાનું ટાળો.

3.કફ હાઇજીનનું યોગ્ય પાલન કરો. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ જાહેરમાં છીંક કે ખાંસી ખાઈ રહી છે તો તેમનાથી દુર રહો.

4.માસ્ક પહેર્યા વગર તમારા ઘરની બહાર ન નીકડો.

5.સ્વચ્છતાનું ચુસ્તપણે પાલન કરો.

6.તમારા શરીરના તાપમાનમાં અચાનક કોઈ ફેરફાર નથી થઈ રહ્યો તેની ખાતરી કરો. વરસાદમાં ભીંજાવાથી બચવા માટે ઘરની બહાર નીકડતી વખતે તમારી પાસે છત્રી કે રેઇનકોટ અચુક રાખો.

7.બહારનો ખોરાક ખાવાનું ટાળો કારણ કે તેનાથી ગળામાં ઇન્ફેક્શન અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. માટે ઘરે રાંધેલો શુદ્ધ ખોરાક ખાવાનો આગ્રહ રાખો.

8.પુરતી ઉંઘ લો કારણ કે તમારા શરીરને આરામ આપવો પણ એટલો જ જરૂરી છે.

9.દરરોજ કસરત કરો. યોગ અને પ્રાણાયામ કરો.

10.તમારા સ્વાસ્થ્ય પર પણ સતત ધ્યાન રાખો. તમારા ડાયાબીટીઝ અને બ્લડ પ્રેશરને કાબુમાં રાખો અને તમારી દવાઓ નીયમીતપણે લો.

Covid-19 વીશે વાત કરતા ડૉ. શંકર કહે છે કે, “ખુબ જરૂરી ન હોય તો તમારા ઘર થી બહાર ન નીકડો. વાયરસને વધતો અટકાવવા માટે દવાઓ સારવારના ભાગરૂપે આપવામાં આવે છે પરંતુ હજુ સુધી કોરોના વાયરસની રસી શોધાઈ નથી. જો કે રસ તૈયાર થવાની સાથે તેના પરીક્ષણો પણ થઈ રહ્યા છે. લોકોએ પોષણયુક્ત ખોરાક, વીટામીન અને કસરત કરીને તેમની રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવી પડશે. આ પગલાઓ આપણને વયરસથી દુર રહેવામાં મદદ કરશે.”

ડૉ. સંજય જણાવે છે કે, “યાદ રાખો કે મહામારી હજુ પૂર્ણ થઈ નથી. આપણે Covid-19 સાથે જીવતા શીખી લેવુ પડશે, આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો પડશે તેમજ શક્ય હોય તેટલુ ઘરે જ રહેવું પડશે. વહેલા કે મોડા આપણે આ પરીસ્થીતિમાંથી ચોક્કસ બહાર આવીશુ પરંતુ ત્યાં સુધી લોકોએ સાવધાન રહેવુ પડશે.”

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.