ETV Bharat / sukhibhava

Health Tips: અંડરઆર્મ્સની જાળવણી એટલી જ જરૂરી છે, જેટલી શરીરના અન્ય ભાગોની - અંડરઆર્મ્સની જાળવણી

મોટાભાગની સ્ત્રીઓ (female health tips) અને પુરુષો તેમની બગલના (armpit) સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર એટલું ધ્યાન આપતા નથી જેટલું તેઓ શરીરના અન્ય ભાગો પર આપે છે, જેના કારણે સામાન્ય રીતે અંડરઆર્મ્સમાં ઈન્ફેક્શન અને તેમાં અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ (personal hygiene tips) થવાનું જોખમ રહે છે. ચાલો જાણીએ શા માટે અંડરઆર્મ્સને સાફ કરવું જરૂરી છે અને આ જગ્યાની કેવી રીતે કાળજી રાખી શકાય.

અંડરઆર્મ્સની જાળવણી એટલી જ જરૂરી છે, જેટલી શરીરના અન્ય ભાગોની

author img

By

Published : Jan 16, 2022, 4:17 PM IST

ન્યૂઝ ડેસ્ક: આપણું શરીર ત્યારે જ સ્વસ્થ(female health tips) રહી શકે છે જ્યારે આખા શરીરની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકો શરીરની સફાઈ કરતી વખતે અંડરઆર્મ્સની અવગણના કરે છે અથવા તેની યોગ્ય રીતે કાળજી લેતા નથી. સામાન્ય રીતે લોકો વિચારે છે કે આ ભાગ મોટાભાગે ઢંકાયેલો હોય છે, તો તેને સાફ કરવાની કે કાળજી (personal hygiene tips) લેવાની શી જરૂર છે! જ્યારે આ ધારણા ખૂબ જ ખોટી છે. સ્ત્રી હોય કે પુરુષ, અંડરઆર્મ્સની સ્વચ્છતા શરીરના બાકીના ભાગો જેટલી જ જરૂરી છે, નહિંતર અંડરઆર્મ્સની ત્વચાનો રંગ બદલાવાની, તેમાંથી દુર્ગંધ આવવાની અથવા તે સ્થાનની ત્વચા પર ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.

અંડરઆર્મ્સની સ્વચ્છતા બાબતે સ્ત્રીઓ પ્રમાણમાં વધુ જાગૃત

સ્ત્રીઓ સામાન્ય રીતે અંડરઆર્મ્સની સ્વચ્છતા (remedies for dark underarms) વિશે પુરૂષો કરતાં વધુ જાગૃત હોય છે, જેનું એક કારણ સ્લીવલેસ કપડાં પહેરવાનું છે, પરંતુ મોટાભાગની મહિલાઓ અંડરઆર્મ્સની કાળજી લેવાની યોગ્ય રીતો વિશે જાણતી નથી.

ઉપયોગમાં લેવાતા પ્રોડક્ટ્સ પણ સમસ્યા ઊભી કરી શકે છે

ડર્મેટોલોજિસ્ટ ડૉ. આશા સકલાણી જણાવે છે કે, સામાન્ય રીતે આપણી બગલમાં હવા સીધી પહોંચતી નથી, જેના કારણે તે જગ્યાએ ઘણો પરસેવો થાય છે, પરંતુ તે ઝડપથી સુકાઈ શકતી નથી,જેના કારણે અંડરઆર્મ્સમાં ગંદકી કે બેક્ટેરિયા વધવાની સંભાવના ઘણી વધી જાય છે અને જેનું પરિણામ ચેપ, દુર્ગંધ, બળતરા અને ક્યારેક બગલમાં સોજાના સ્વરૂપમાં જોવા મળે છે. માત્ર સ્વચ્છતાના અભાવને કારણે જ નહીં, પરંતુ કેટલીકવાર બગલને સાફ કરવા અથવા દુર્ગંધ દૂર કરવા માટે અપનાવવામાં આવતી પ્રોડક્ટ્સ અથવા અંડરઆર્મ્સના વાળ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્રોડક્ટ્સ પણ સમસ્યા ઊભી કરી શકે છે.

અંડરઆર્મ્સની કાળજી કેવી રીતે રાખવી

ડૉ. આશા જણાવે છે કે, અંડરઆર્મ્સની યોગ્ય સફાઈ અને કાળજી માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમાંથી કેટલીક નીચે મુજબ છે.

  • પરસેવાના કારણે થતા બેક્ટેરિયાના સંચયને રોકવા અને દુર્ગંધથી બચાવવા માટે દરરોજ સ્નાન કરતી વખતે અંડરઆર્મ્સને હલકા સાબુથી સાફ કરો.
  • જો શક્ય હોય તો, અઠવાડિયામાં 2 વાર કુદરતી અથવા હળવા સ્ક્રબ વડે તેમને હળવાશથી એક્સફોલિયેટ કરો, તેનાથી અંડરઆર્મ્સના વાળમાં ફસાયેલા બેક્ટેરિયા અને ગંદકીના કણો પણ સાફ થઈ જશે.
  • અંડરઆર્મ્સને હંમેશા સૂકી રાખવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો:

Benefits Of Sunlight: શિયાળાની ઋતુમાં શરીર માટે વરદાન છે તડકો, અનેક બીમારીઓનો કરે છે નાશ

Winter health care tips: સૂતી વખતે ઊની કપડાં પહેરી ગંભીર બીમારીને આંમત્રણ આપવાનું ટાળો, જાણો કેવી રીતે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.