ETV Bharat / sukhibhava

બહેતર ફાયદાઓ મેળવવા Apple Cider Vinegar નો સંભાળીને ઉપયોગ કરો

એપલ સીડર વિનેગર ( Apple Cider Vinegar ) આજની યુવા પેઢીમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે, કારણ કે તે માત્ર સ્વાસ્થ્ય જ નહીં, સુંદરતા જાળવવામાં પણ ખૂબ મદદરૂપ છે. જો તેનો યોગ્ય ઉપયોગ થાય તો. ઘણાં લોકો ઉપલકીયાં માહિતી લઈને જ એપલ સીડર વિનેગર- સરકો લેવાનું શરૂ કરે છે, જે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ કરી શકે છે.

બહેતર ફાયદાઓ મેળવવા Apple Cider Vinegar નો સંભાળીને ઉપયોગ કરો
બહેતર ફાયદાઓ મેળવવા Apple Cider Vinegar નો સંભાળીને ઉપયોગ કરો
author img

By

Published : Aug 2, 2021, 4:56 PM IST

  • યુવા પેઢીમાં માનીતા એપલ સીડર વિનેગર વિશે જાણો
  • સ્વાસ્થ્ય તેમ જ સૌદર્ય બંને માટે ઉપયોગી છે એપલ સીડર વિનેગર
  • એપલ સીડર વિનેગર-સરકો લેવામાં શી કાળજી રાખવી તે જાણો

ન્યૂઝડેસ્કઃ એપલ સીડર વિનેગર ( Apple Cider Vinegar ) સફરજનના રસને આથો બનાવીને બનાવવામાં આવે છે. તે સ્વાસ્થ્ય અને સૌંદર્યના ફાયદાકારક ગુણધર્મોના સંદર્ભમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં લોકોની પસંદગી બની રહી છે. લોકો તેનો ઉપયોગ માત્ર ખોરાક બનાવવા માટે જ નથી કરતા,તેનો ઉપયોગ દવા તરીકે અથવા ત્વચા સંભાળ તરીકે પણ કરે છે. પોષક તત્વોથી ભરપૂર સરકો સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ કરે છે.

ઉત્તરાખંડના ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ નિષ્ણાત ડો. મિતાલી ચંદ સાહૂ એપલ સીડર વિનેગર ( Apple Cider Vinegar ) વિશે માહિતી આપતાં જણાવે છે કે તે ઘણાં વિટામિન્સ, ઉત્સેચકો, પ્રોટીન અને ફાયદાકારક બેક્ટેરિયા ધરાવે છે. એટલું જ નહીં, તે શરીરમાં જરૂરી પોષક તત્વોના શોષણમાં પણ મદદ કરે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો પણ જોવા મળે છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ વગેરેથી રાહત આપે છે. એવું કહેવામાં આવે છે કે ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો ખાસ કરીને મહિલાઓ તેના ફાયદાઓ વિશે જાણ્યા વગર ઉપયોગ કરે છે. તેનું કેટલું અને કેવી રીતે સેવન કરવું જોઈએ તે વિશે વધુ જાણો

આવી રીતે એપલ સીડર સરકોનો ઉપયોગ કરો

એપલ સીડર વિનેગરનું ( Apple Cider Vinegar ) સેવન અને ઉપયોગ કરતાં પહેલાં તેના યોગ્ય ઉપયોગ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સરકાનો ઉપયોગ ત્વચા માટે પણ થાય છે. કોઈપણ સ્થિતિમાં તેના ઉપયોગ માટે તે જરૂરી છે કે તેનો ઉપયોગ માત્ર પાણીમાં ભેળવીને જ કરવો જોઈએ. કારણ કે તેમાં એસિડની માત્રા ઘણી વધારે છે અને જે મૂળ સ્વરૂપે ઉપયોગમાં લેવાતી વખતે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે પીવા માટે સરકો વાપરવા માગતા હોવ, તો પછી એક ગ્લાસ પાણીમાં એક થી બે ચમચી સરકો મિક્સ કરીને ભોજન કર્યાના એક કલાક અથવા ભોજનના અડધા કલાક પહેલા પીવું જોઈએ. જો ત્વચા અથવા વાળ પર લગાવવો હોય તો તેનો ઉપયોગ માત્ર 1: 3 ના પ્રમાણમાં, સરકો અને પાણીને મિશ્રિત કરીને કરવો જોઈએ. એ ધ્યાનમાં લો કે તેનો ઉપયોગ શરૂઆતમાં ખૂબ ઓછી માત્રામાં (5-10 મિલીથી વધુ નહીં) કરવો જોઈએ. એપલ સીડર વિનેગર- સરકો આથાવાળું પ્રવાહી હોવાથી તેના ઉપયોગ અંગે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરવા અંગેની સાવચેતી

એપલ સીડર વિનેગર-સરકો હંમેશા પાણી સાથે મિશ્ર કરવો જોઈએ. તેની મૂળ પ્રકૃતિ એસિડિક હોવાથી જો ( Apple Cider Vinegar ) તે શુદ્ધ સ્વરૂપમાં લેવામાં આવે તો તે શરીરના સ્વાસ્થ્યને ખાસ કરીને આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે.

સરકો ક્યારેય ખાલી પેટે ન પીવો જોઈએ. ખાલી પેટે તેનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રાત્રે સૂતાં પહેલા તેનું સેવન ન કરવું જોઈએ. સૂતાં પહેલાં જ તેનું સેવન કરવાથી તમારા પાચનતંત્રને ઘણું નુકસાન થઈ શકે છે. જો તમે તેને રાત્રે પીવા માગતા હો, તો સૂવાના એક કલાક પહેલા પીવો.

દરરોજ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી પેટમાં બળતરા વગેરે થઈ શકે છે. જો તમે દિવસમાં માત્ર બે ચમચી સરકો લો તો તે વધુ સારું રહેશે.

ઉપયોગ કરતા પહેલાં સરકાને સુંઘવાની ટેવ ટાળવી જોઈએ. કારણ કે તેમાં ખૂબ જ તીવ્ર ગંધ હોય છે. જો સરકો શ્વાસ લેવામાં આવે તો તેની ગંધ ફેફસામાં પહોંચી શકે છે અને ફેફસામાં બળતરા પેદા કરી શકે છે.

સીધો તમારી ત્વચા પર એપલ સીડર વિનેગર- સરકો ન લગાવવો જોઈએ. આમ કરવાથી ત્વચામાં બળતરા, લાલાશ અને ખંજવાળ આવી શકે છે. તેથી તેનો ( Apple Cider Vinegar ) ઉપયોગ માત્ર પાણીમાં ભેળવીને જ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ તંદુરસ્ત શરીર માટે પહેલી આવશ્યકતા: ભરપૂર Protein

આ પણ વાંચોઃ આંખોની CCM તપાસથી જાણી શકાય છે કે Long Covid છે કે નહી: Study

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.