ETV Bharat / sukhibhava

Chest Pain Problem: છાતીમાં દુખાવો થવો માત્ર હ્રદય રોગની જ નિશાની નથી - છાતીમાં દુખાવો ગંભીર સ્થિતિનું કારણ

શરીરના કોઈપણ ભાગમાં થતા દુખાવાને હળવાશથી ન લેવો જોઈએ, જ્યારે આ દુખાવો તમારી છાતીમાં (Chest Pain) હોય તો પરિસ્થિતિને વધુ ગંભીરતાથી જોવાની જરૂર છે. ખરેખર તો છાતીમાં દુખાવાને હૃદયની બીમારીઓ (Heart Deisease) નું મુખ્ય કારણ માનવામાં આવે છે, પરંતુ દરેક વખતે આ સમસ્યાને દોષ આપવો યોગ્ય નથી.

Chest Pain Problem: છાતીમાં દુખાવો થવો માત્ર હ્રદય રોગની જ નિશાની નથી

author img

By

Published : Mar 29, 2022, 7:12 PM IST

શરીરના કોઈપણ ભાગમાં થતા દુખાવાને હળવાશથી ન લેવો જોઈએ, જ્યારે આ દુખાવો તમારી છાતીમાં (Chest Pain) હોય તો પરિસ્થિતિને વધુ ગંભીરતાથી જોવાની જરૂર છે. ખરેખર તો છાતીમાં દુખાવાને હૃદયની બીમારીઓ (Heart Deisease) નું મુખ્ય કારણ માનવામાં આવે છે, પરંતુ દરેક વખતે આ સમસ્યાને દોષ આપવો યોગ્ય નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, હૃદયની બીમારીઓ સિવાય છાતીમાં દુખાવાની સમસ્યા (Chest Pain Problem) અન્ય ઘણી પરિસ્થિતિઓમાં પણ રહી શકે છે. આવા સંજોગોમાં લક્ષણોને (Chest Pain Symtoms) ઓળખવા અને સ્થિતિની યોગ્ય અને સમયસર સારવાર કરવી અત્યંત જરૂરી છે. આમાં કોઈપણ બેદરકારી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે.

છાતીમાં દુખાવો ગંભીર સ્થિતિનું કારણ: એવું જરૂરી નથી કે દરેક વખતે છાતીમાં દુખાવો ગંભીર સ્થિતિનું કારણ (Chest Pain Reasons) હોય. તમે કેટલીક સામાન્ય સમસ્યાઓમાં પણ પીડા અનુભવી શકો છો. જે સરળ ઉપાયોથી પણ ઠીક થઈ જાય છે, પરંતુ આ માટે જરૂરી છે, તમે સમયસર દુખાવાના યોગ્ય કારણો શોધી લો. હૃદયરોગના કારણે થતા દર્દને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડી શકે છે, તેથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. તો ચલો નીચેની સ્લાઈડ્સમાં જાણીએ કે હ્રદય રોગો ઉપરાંત, બીજી કઈ સ્થિતિઓથી તમારી છાતીમાં દુખાવો થઈ શકે છે?

આ પણ વાંચો: Skin cancer symptoms: જાણો ત્વચા કેંસર વિષે અને તેના લક્ષણો

જાણો શું કામ છાતીમાં દુખોવા થતો હોય: પસલિયોની આસપાસના સ્નાયુઓ અને રજ્જૂમાં સોજોના પરિણામ સ્વરૂપ છાતીમાં દુખાવો થઈ શકે છે. આ પીડા તમારી પ્રવૃત્તિ સાથે વધે છે. આ સમસ્યા માટે ઘણા મૂળ કારણો હોઈ શકે છે, જેનું સમયસર નિદાન અને સારવાર કરવાની જરૂર હોય છે. જો તમે થોડા દિવસોથી સતત પીડા અનુભવી રહ્યા છો, તો આ વિશે ચોક્કસ નિષ્ણાતની સલાહ લો.

વ્યક્તિની પસલી તૂટેલી હોય તો તે ભારે પીડા અનુભવી શકે: અકસ્માત અથવા કોઈપણ પ્રકારની ઈજાને કારણે પસલિયોમાં દુખાવો થઈ શકે છે, જેને સામાન્ય રીતે છાતીમાં દુખાવો તરીકે ઓળખવામાં આવે છે. ઇજાઓ, પસલિયોનુ તુટવું અને ફ્રેક્ચર થવાના કારણે પણ છાતીમાં દુખાવો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિની પસલી તૂટેલી હોય તો તે ભારે પીડા અનુભવી શકે છે. આ એક કટોકટીની પરિસ્થિતિ છે જેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે.

પેપ્ટીક અલ્સર પેટની પરતમાં ઇજાની સમસ્યા: પેપ્ટીક અલ્સર પેટની પરતમાં ઇજાની સમસ્યા છે, જેના પરિણામ સ્વરૂપ છાતીમાં દુખાવાની સમસ્યા થાય છે. વિવિધ પ્રકારની સામાન્ય ઓવર-ધ-કાઉન્ટર દવાઓ પેપ્ટીક અલ્સરને કારણે થતી પીડાને દૂર કરવામાં મદદ કરી શકે છે. જો કે નિદાન અથવા તબીબી સહાય વિના સ્થિતિનો ચોક્કસ અંદાજ મેળવવો મુશ્કેલ હોઈ શકે છે, તેથી સમયસર આ વિશે નિષ્ણાતની સલાહ લેવી જોઇએ.

અસ્થમા એક શ્વાસની સામાન્ય વિકૃતિ: અસ્થમા એક શ્વાસની સામાન્ય વિકૃતિ છે જે વાયુમાર્ગમાં સોજો આવવાના લીધે થતી હોય છે. આ સ્થિતિમાં પણ છાતીમાં દુખાવાની સમસ્યા યથાવત રહી શકે છે. દર્દ ઉપરાંત, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને અસ્થમાને કારણે ઘરઘરાહટ જેવી સમસ્યાઓ થવી પણ સામાન્ય છે. અસ્થમાના દર્દીઓએ ખાસ કાળજી અને સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે કેટલીક સામાન્ય પરિસ્થિતિઓ આ સમસ્યાને ઉત્તેજિત કરી શકે છે.

આ પણ વાંચો: World Tuberculosis Day 2022: ટીબીનો અંત લાવવા માટે રોકાણ કરો અને બચાવો જીવન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.