ETV Bharat / sukhibhava

જીવનને બદલી નાખતી હકીકત : Breast Cancer

તાજેતરની તબીબી પ્રગતિએ સ્તન કેન્સરને ( Breast Cancer ) સારવારથી 'રોગમુક્ત થઇ શકતાં કેન્સર'ની શ્રેણીમાં લાવી દીધું છે. એમાં પણ ખાસ કરીને જ્યારે 0-થી-II તબક્કાના કેન્સરના કિસ્સામાં પ્રારંભિક તપાસ થાય ત્યારે. જો કે, કમનસીબે સ્તન કેન્સરની સ્થિતિના પ્રારંભિક ચિહ્નો અને લક્ષણોની બેદરકારીને કારણે હજુ પણ ઘણી સ્ત્રીઓને સમયસર સારવાર મળી શકતી નથી.

જીવનને બદલી નાખતી હકીકત : Breast Cancer
જીવનને બદલી નાખતી હકીકત : Breast Cancer
author img

By

Published : Oct 28, 2021, 3:56 PM IST

  • સ્તન કેન્સર અને તેની સારવારનો નવો દ્રષ્ટિકોણ
  • સ્તન કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ જરુરી બાબતો જાણો
  • સ્તન કેન્સરના દર્દીના પરિવાર અને તેમના માટેના સર્વગ્રાહી અભિગમો મહત્વના

ઓક્ટોબર મહિનાને "વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિના" તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં વિશ્વમાં મહિલાઓને થતાં સ્તન કેન્સર રોગ વિશે માહિતી આપીને મહિલાને જાગૃત કરવામાં આવે છે. સ્તન કેન્સરની ( Breast Cancer )જાણકારીઓ સરળતાથી ઉપલબ્ધ છે. સ્તન કેન્સરની સમયસર સારવાર દર્દીની દિનચર્યા અને જીવનની ગુણવત્તામાં તકલીફો ઘટાડે છે. ડિજિટલાઇઝેશનમાં થયેલી પ્રગતિથી મહિલાઓને પણ ઘણો ફાયદો થયો છે, કારણ કે તેઓ પોતાની જાતની તપાસ કેવી રીતે કરવી અને સ્તન રચના વિશે અથવા સ્તનના બંધારણમાં થતા ફેરફારો વિશે જાણી શકે છે. તે અંગેની માહિતી તેઓ યુટ્યૂબથી સરળતાથી એક્સેસ કરી શકે છે જે ફેરફાર લાગે તે નિષ્ણાત ડોક્ટરના ધ્યાન પર તરત જ મૂકવા જોઈએ.

કયા વયજૂથની મહિલાઓને સાવચેતી જરુરી

જે મહિલાઓની ઉમર 20-25 વર્ષથી ઉપરની છે તેમણે મહિનામાં એકવાર જાતતપાસ કરવી જોઇએ અને 40થી ઉપરની વયની મહિલાઓએ અમુક અમુક સમયગાળા બાદ મેમોગ્રાફી કરાવતાં રહેવું જોઇએ.સ્તન કેન્સરના ( Breast Cancer )વહેલા નિદાનથી સ્તન કેન્સરના દર્દીઓએ સ્ટેજ-1 અને સ્ટોજ-2માં 80 ટકા જેટલા સર્વાઈવલ રેશિયો મળે છે જ્યારે સ્ટેજ 3 અને 4ના દર્દીઓમાં તે રેશિયો 56 ટકાનો છે.

સ્તન કેન્સરના દર્દીઓ માટે જરુરી

ભારતમાં જોકે Breast Cancer માં પ્રારંભિક સારવાર ધોરણને બદલે અપવાદ છે. મોટાભાગના દર્દીઓનું નિદાન થાય ત્યાં સુધીમાં તેઓ રોગના ત્રીજા કે ચોથા તબક્કામાં હોય છે, જ્યાં સારવારની પદ્ધતિઓ વધુ જટિલ બની જતી હોય છે. વધુમાં, સ્તન કેન્સર સાથે જીવતાં દર્દીઓના જીવનની ગુણવત્તાને શારીરિક, માનસિક અને સામાજિક દ્રષ્ટિએ અવરોધોનો સામનો કરવાનો થાય છે. માનસિક સ્વાસ્થ્ય પરામર્શ, કૌટુંબિક અને સંસ્થાકીય સહકાર અને નવી દવાઓ અને પદ્ધતિઓ સ્તન કેન્સરના તમામ તબક્કે મહિલાઓને આયુષ્ય, આરોગ્ય અને એકંદર સુખમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે, આમ જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેના તમામ પાસાં જીવનની ક્ષમતા વધારવામાં સકારાત્મક બને છે.

દુવિધાઓ અને દુઃખ

દર 28માંથી એક ભારતીય મહિલાને તેના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર ( Breast Cancer ) થવાનું જોખમ રહેલું છે. CIIના અહેવાલ મુજબ નિદાન માટેની સરેરાશ ઉંમર 46 વર્ષ છે અને તમામ નિદાન કરાયેલી મહિલાઓમાંથી લગભગ અડધી સ્ત્રીઓ પ્રીમેનોપોઝલ છે, એટલે કે પશ્ચિમી દેશોમાં સ્તન કેન્સરના દર્દીઓની તુલનામાં પ્રમાણમાં નાની ઉમરની છે. જોકે ચિંતાની વાત એ છે કે નિદાન સમયે લગભગ 70 ટકા ભારતીય મહિલાઓ પહેલાથી જ સ્ટેજ III અથવા સ્ટેજ IV (મેટાસ્ટેટિક સ્તન કેન્સર તરીકે ઓળખાય છે, અથવા કેન્સર કે જે શરીરના અન્ય ભાગોમાં ફેલાયેલું છે) તેમાં છે. વહેલી તકે તપાસ કરાવવી એ સ્પષ્ટ ઉપાય છે, તેમ છતાં, ઓછી જાગૃતિ અને સાંસ્કૃતિક રીતે જડેલા કલંકને લઇને હજુ પણ ઘણી સ્ત્રીઓને સમયસર મદદ મેળવી શકતી નથી.

નિદાનમાં વિલંબના કારણ

સાંસ્કૃતિક પરિબળો અને સામાજિક નિષેધને લીધે સ્ત્રીઓ સ્તન કેન્સરની ( Breast Cancer ) તપાસ કરાવતી નથી અથવા તેમના લક્ષણો અન્ય લોકો સાથે શેર કરતી નથી, જેના કારણે નિદાનમાં વિલંબ થાય છે. કમનસીબે કોરોના મહામારીએ ન માત્ર આપણી આરોગ્યસંભાળ પ્રણાલીનો ભાર વધારી દીધો છે, સાથે આ વિલંબને પણ વધારી દીધો છે.

સ્તન કેન્સર વિશે પાયાની વાતો

A QOL-મૂળભૂત અભિગમ

દર્દીઓના QOL પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અર્થ એ છે કે રોગનો તેમનો સમગ્ર અનુભવ સુધારીને તેમને શારીરિક, ભાવનાત્મક અને સામાજિક પરિમાણો પર ખીલવામાં મદદ કરવી. નવી આશા લક્ષિત ઉપચારના સ્વરૂપમાં પણ એ પણ આવી છે જે કેન્સરગ્રસ્ત કોષો પર ચોક્કસ પ્રોટીનને અક્ષમ કરીને ગાંઠોને સંકોચે છે અથવા દૂર કરે છે અને કેન્સર ( Breast Cancer ) વૃદ્ધિને અવરોધે છે. આ સારવાર જે ઘણીવાર મૌખિક રીતે લઈ શકાય છે, દર્દીઓને કીમોથેરાપી અને તેને સંબંધિત દુઃખદાયી આડઅસરોને બાયપાસ કરવાની મંજૂરી આપે છે. સ્ટેજ III અથવા IV કેન્સર ધરાવતા દર્દીઓના જીવન ટકાવી રાખવાના દરને 5-8 વર્ષ સુધી લંબાવવામાં લક્ષિત ઉપચારો કીમોથેરાપી કરતાં વધુ અસરકારક સાબિત થઈ રહ્યાં છે, ભલે પછી દર્દીનું મેટાસ્ટેટિક તબક્કે નિદાન થયું હોય.

નવા પ્રકારની સારવારનો લાભ

અગાઉ દર્દીઓએ સ્વીકારી લીધેલી છે તેવી સારવારને બદલે ઓછી પીડા થાય એ માટેના કીમોમુક્ત લક્ષિત ઉપચારોનો ઉદય અદ્યતન અને મેટાસ્ટેટિક સ્તન કેન્સર ( Breast Cancer ) સામેની લડાઈમાં એક નવો મોરચો ખોલી રહ્યો છે. અવારનવારની હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ્સ ઘટાડીને અથવા દૂર કરી શકાય છે. દર્દીઓની શારીરિક અને મનોવૈજ્ઞાનિક સુખાકારીમાં વધારો કરવો અને તેમને ગૌરવ અને સ્વતંત્રતા સાથે લાંબા સમય સુધી જીવવામાં મદદ કરવી હવે શક્ય છે.

સ્તન કેન્સરની સારવારના વિકલ્પ

સ્તન કેન્સરનો ( Breast Cancer ) અર્થ જીવનનો અંત નથી. આજે સ્તન કેન્સર માટે સારવારના વિકલ્પો મળ્યાં છે, જે અદ્યતન તબક્કામાં પણ દર્દીઓને જીવનની આશા આપે છે. આજકાલ સરકારની નીતિઓ (આયુષ્માન ભારત) ને લીધે દરેક મહિલા, તેના સામાજિક સ્તરને ધ્યાનમાં લીધા વિના સમગ્ર દેશમાં તબીબી સુવિધાઓમાં વિશ્વકક્ષાની કેન્સરની સારવાર મેળવી શકે છે. એડવાન્સ સ્ટેજમાં પણ આશા ગુમાવવી જોઈએ નહીં કારણ કે મોલેક્યુલર થેરાપી સારવાર જેવી નવી દવાઓ હોર્મોન-પોઝિટિવ સ્તન કેન્સરથી પીડાતા દર્દીઓ માટે અસરકારક સાબિત થઈ છે જે ભારતીય મહિલાઓમાં કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. 60થી 90 ટકા જેટલા દર્દીઓ આ અદ્યતન સારવારને હકારાત્મક રીતે પ્રતિભાવ આપે છે જે તેમને જીવનને સારી ગુણવત્તા તરફ દોરી શકે છે. આવી નવીનતાઓ સાથે કેન્સરને એક એવા દીર્ઘકાલીન રોગ તરીકે જોઈ શકાય છે જેને મેનેજ કરવાની જરૂર છે.

જાગૃતિ કેળવણી અને સંવેદના ચાવીરૂપ

શહેરી અને ગ્રામીણ સંદર્ભોમાં મહિલાઓ અને યુવતીઓને સ્તન કેન્સર ( Breast Cancer ) વિશે નિયમિત સ્વનિરીક્ષણ અને આસાન તબીબી પરીક્ષણો અને અદ્યતન સારવાર વિકલ્પોના મહત્વ વિશે શિક્ષિત કરવા જેથી તેઓ બ્રેસ્ટ કેન્સરને ઓળખવા અને હરાવવાની તકોને વધારી શકે છે. તે ચિકિત્સા અથવા મનોચિકિત્સા સુવિધાઓને દર્દીઓ માટે સુલભ, સસ્તી અને ચિંતા, ડિપ્રેશન અથવા ભય જેવી મનોસામાજિક અસરોને દૂર કરવામાં પણ મદદ કરશે. આમાં દર્દીઓના પરિવારો અને સમુદાયોને દર્દીઓને સારવાર માટે તેમની સાથે રહેવા, કામકાજમાં મદદ કરવા તેમની સાથે સમય વિતાવવા અને તેમને "બોજ" તરીકે ન અનુભવવા માટે મદદ કરવાનું શીખવવાનું પણ શામેલ હશે.

"કેન્સર એ ફક્ત એક શબ્દ છે, વાક્ય નથી"

સ્વર્ગસ્થ અમેરિકન લેખક જ્હોન ડાયમંડે કહ્યું હતું કે કેન્સર "a word and not a sentence" જોકે લાખો મહિલાઓ માટે સ્તન કેન્સર જીવનને બદલી નાંખતી હકીકત છે. જ્યારે સ્તન કેન્સર ( Breast Cancer ) માટેની પરંપરાગત સારવારો સતત વિકસિત થઈ રહી છે અને તેમની અસરકારકતા નિર્વિવાદ છે, સ્તન કેન્સનાર નિદાન પછીનું જીવન અસ્તિત્વ (દર્દીનું જીવન લંબાવવા) અથવા પીડા વ્યવસ્થાપન (શારીરિક અસ્વસ્થતા દૂર કરવા) કરતાં વધુ છે. દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે એક સર્વગ્રાહી અભિગમની જરૂર છે અને આ આજે સમજાઈ રહ્યું છે.

(પદ્મશ્રી ડૉ. પંકજ શાહ, મેડિકલ ઓન્કોલોજી હિમેટોલોજી, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ)

આ પણ વાંચોઃ પોષણ અને બ્રેસ્ટ કેન્સર

આ પણ વાંચોઃ Prostate Cancer ના દર્દીઓ માટે મહત્ત્વનું તારણ, મોટાપો વધારી શકે છે વધુ જીવિત રહેવાની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.