ETV Bharat / sukhibhava

શિયાળામાં મૂલેઠીના ફાયદા, આયુર્વેદમાં ગુણકારી ઔષધી માનાવામાં આવે છે - આયુર્વેદ

'મૂલેથી' અથવા લિકરિસ એ એક એવી જડીબુટ્ટી છે, જેને આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક ઔષધ માનવામાં (Importance of Mulethi in Ayurveda) આવે છે. શિયાળામાં મૂલેથીના અનેક ફાયદા (Benefits of Mulethi in winter) છે. સંશોધન મુજબ, મૂલેઠીનું સેવન પેપ્ટીક અલ્સર, પેટમાં દુખાવો અથવા ખેંચાણ અને ઉબકા જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.

Etv Bharatશિયાળામાં મૂલેથીના ફાયદા, આયુર્વેદમાં ગુણકારી ઔષધી માનાવામાં આવે છે

author img

By

Published : Nov 11, 2022, 1:17 PM IST

હૈદરાબાદ: 'મુલેથી' અથવા લિકરિસ એ એક એવી જડીબુટ્ટી છે, જેને આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક ઔષધી ગણવામાં (Importance of Mulethi in Ayurveda) આવે છે. શિયાળામાં મૂલેથીના અનેક ફાયદા (Benefits of Mulethi in winter) છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાઓ દરમિયાન મુલેથીના સેવનથી ફાયદો થાય છે. પરંતુ મૂલેઠીના ફાયદા માત્ર આટલા સુધી જ સીમિત નથી. પાચનક્રિયા, ફેફસાને લગતી સમસ્યાઓ વગેરેમાં પણ મૂલેઠીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળામાં મૂલેઠીમા ફાયદા: શિયાળાની શરૂઆતથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે શરદી, તાવ અને ગળામાં ખરાશ જેવી અનેક પ્રકારની ઈન્ફેક્શન ફેલાઈ જાય છે. આવી પરિસ્થિતિઓ દરમિયાન ઘણા લોકો હવામાન અને ચેપની અસરોથી બચવા માટે અને ચેપનો કેસ હોય તો ઝડપથી સ્વસ્થ થવા માટે ઘરના પ્રાચીન, કુદરતી અને આયુર્વેદિક ઉપચારોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આયુર્વેદમાં આવી ઘણી દવાઓ અને ઔષધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. મૂલેઠીએ આયુર્વેદમાં ઉલ્લેખિત ઔષધિઓમાંની એક છે. જે તેના કુદરતી સ્વરૂપમાં અથવા અન્ય ઔષધિઓ સાથે મળીને ખૂબ જ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ વિવિધ પ્રકારના ટૂથપેસ્ટ, માઉથ ફ્રેશનર અને માઉથવોશના ઉત્પાદનમાં પણ થાય છે.

મૂલેઠીના ગુણ: આયુર્વેદમાં મૂલેઠીને ખૂબ જ અસરકારક દવા માનવામાં આવે છે. તેને યષ્ટિમધુ પણ કહેવામાં આવે છે. મૂલેઠીમાં બળતરા વિરોધી, એન્ટિબાયોટિક અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે. તે કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામીન A અને E, આયર્ન, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ, સિલિકોન, ઝિંક, કેલ્શિયમ, બીટા-કેરોટીન, ગ્લિસેરિક એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર છે.

આયુર્વેદિક ચિકિત્સકના મતે: મુંબઈના આયુર્વેદિક ચિકિત્સક ડૉ. મનીષા કાલે કહે છે કે, મૂલેથીનો ઉપયોગ ઉધરસ, શરદી, ગળા અને ફેફસાના ચેપ અને મોં કે પેટ સંબંધિત સમસ્યાઓ દરમિયાન સૂચવવામાં આવેલી દવાઓના ઉત્પાદનમાં થાય છે. તેનો ઉપયોગ માત્ર મિશ્રિત ઔષધિના રૂપમાં જ થતો નથી. પરંતુ તેના મૂળ સ્વરૂપ જેમ કે મૂળ, છાલ અથવા લાકડાનો પાવડર અથવા તેને ઉકાળીને બનાવેલા ઉકાળોનો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. મૂલેઠીને ગરમ પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થયા બાદ તેનો ઉપયોગ આંખો, ઘા કે ત્વચાને ધોવાથી પણ રાહત મળે છે.

મૂલેઠીના ઘણા સ્વાસ્થ્ય લાભો: ડૉ. કાલે કહે છે કે, મૂલેઠી શરીરમાં 'વાત' અને 'પિત્ત' દોષોને ઘટાડે છે. તે કુદરતી બ્રોન્કોડિલેટર પણ માનવામાં આવે છે. જે શ્વસન માર્ગના ચેપની સારવારમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. તેનું સેવન શ્વસન માર્ગની બળતરા, શરદી, તાવ અને તેને લગતા ચેપ, ગળામાં સોજો અને દુખાવો અને ફેફસાના રોગોમાં ફાયદાકારક છે. મૂલેઠી નબળી રોગપ્રતિકારક શક્તિ અને લીવર સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે. ડૉક્ટરની માર્ગદર્શિકા અનુસાર નિયંત્રિત માત્રામાં તેનું સેવન કરવાથી ગેસ્ટ્રિક અને પેપ્ટિક અલ્સરને રોકવામાં અને પાચનમાં સુધારો કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. મૂલેઠીમાં લોહીને શુદ્ધ કરવાના ગુણ પણ છે. જેના કારણે આપણી ત્વચા અને વાળ પણ સ્વસ્થ રહે છે. આ સિવાય મોઢાની દુર્ગંધ, અલ્સર અને ઘા જેવી મોઢાની સમસ્યાઓમાં તેનું સેવન અને ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.

મૂલેઠીનો ઉપયોગ: ડૉ. મનીષા કહે છે કે, મૂલેઠી વાસ્તવમાં એક ઝાડીવાળો છોડ છે. મૂેલેઠીની સૂકી દાંડી, મૂળ અને છાલનો ઉપયોગ દવા તરીકે થાય છે. તે સ્વાદમાં મીઠી હોય છે અને ઘણા લોકો ગળામાં દુખાવો, કફ અને ઉધરસ માટે મૂલેઠીના નાના ટુકડાને ચુસતા રહે છે. બીજી તરફ, ગાયકો નિયમિતપણે મૂલેઠીનું સેવન કરે છે. કારણ કે, તે ગળાને સાફ કરે છે, તેમની ગાયનની ગુણવત્તામાં સુધારો કરે છે. તેઓ કહે છે કે, માત્ર દવાના રૂપમાં જ નહીં પરંતુ તેના લાકડાને ઉકાળીને તે ઠંડા પાણીનો ઉપયોગ ગાર્ગલિંગ માટે કરવાથી ગળાના દુખાવા અને મોઢાની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. શરદી થવા પર લોકો તેનો ચામાં પણ ઉપયોગ કરે છે.

મૂલેઠીનું મહત્ત્વ: જો કે મૂલેઠીને આયુર્વેદની સૌથી જૂની ઔષધિઓમાંની એક ગણવામાં આવે છે, પરંતુ ચીની દવાઓમાં તેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. દેશ વિદેશમાં તેની પ્રોપર્ટી અંગે ઘણા સંશોધનો થયા છે, જેમાં મૂલેઠીના ઘણા સ્વાસ્થ્ય લાભો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. થોડા વર્ષો પહેલા ઈરાની જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, મૂલેઠી ત્વચાના કેટલાક ચેપ સામે ખૂબ ફાયદાકારક છે. સંશોધન દર્શાવે છે કે, મૂલેથીમાં ખરજવું અને સ્ટેફાયલોકોકસ ઓરીયસ દ્વારા થતા ત્વચાના ચેપ સામે એન્ટિમાઈક્રોબાયલ ગુણો છે.

રિસર્ચ: જર્નલ ઓફ ઓબેસિટી રિસર્ચ એન્ડ ક્લિનિકલ પ્રેક્ટિસમાં પ્રકાશિત વર્ષ 2009ના સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે, મૂલેઠીનું તેલ વધુ વજનવાળા લોકોમાં શરીર અને આંતરડાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ પહેલા વર્ષ 2014માં ઈન્ટરનેશનલ રિસર્ચ પેપર 'ફાઈટોમેડિસિન'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, મૂલેઠીમાં ડાયાબિટીક વિરોધી ગુણધર્મો પણ છે. વર્ષ 2020માં ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના સંશોધન અહેવાલમાં વૈજ્ઞાનિકોએ કોવિડ 19 સામે મૂલેઠીની આયુર્વેદિક દવા ખૂબ જ ઉપયોગી હોવાનું જણાયું હતું. વર્ષ 2020માં હરિયાણાના માનેસર ખાતે નેશનલ બ્રેઈન રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય સંશોધનમાં પણ કોરોના સંક્રમણ સામે મૂલેઠીની ઉપયોગીતાની પુષ્ટિ થઈ હતી. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મૂલેઠીના મૂળમાં ગ્લેબ્રીડીન જોવા મળે છે, જેને ફ્લેવોનોઈડ્સની શ્રેણી ગણવામાં આવે છે. મૂલેઠીના સેવનથી લોકોને H. pylori બેક્ટેરિયાની અસરો સામે રક્ષણ મળે છે. સંશોધન મુજબ, મુલેથીનું સેવન પેપ્ટીક અલ્સર, પેટમાં દુખાવો અથવા ખેંચાણ અને ઉબકા જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.