ETV Bharat / sukhibhava

Alcohol bad for health: થોડું આલ્કોહોલ પણ નુકસાન પહોંચાડી શકે છે: સંશોધન - ડિમેન્શિયાનું જોખમ

આલ્કોહોલનું નિયંત્રિત માત્રામાં સેવન શરીર માટે હાનિકારક (Health effects of alcohol consumption) છે કે ફાયદરૂપ, તે અંગે વિશ્વભરમાં ઘણા સંશોધનો અને અભ્યાસો થયા છે,જ્યારે કેટલાકના મતે ઓછી માત્રામાં આલ્કોહોલના સેવનથી અમુકને લાભ થાય છે, સાથે જ અનેક રોગોથી રક્ષણની આશા પણ વધી જાય છે, પરંતુ ઘણા સંશોધનો એવુ દર્શાવે છે કે, આલ્કોહોલનું સેવન પ્રમાણસર હોય કે વધારે, શરીરને તે ઘણી રીતે નુકસાન પહોંચાડે (Alcohol bad for health) છે. ખાસ કરીને મગજ, હૃદય અને યકૃતને. તાજેતરના સંશોધનમાં આ વાતની પણ પુષ્ટિ થઈ છે કે, ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન પણ અમુકઅંશે મગજ પર અસર કરે (alcohol bad for Mental Health) છે.

મગજમાં આલ્કોહોલની અસર
Alcohol bad for health: થોડું આલ્કોહોલ પણ નુકસાન પહોંચાડી શકે છે: સંશોધન
author img

By

Published : Mar 12, 2022, 4:22 PM IST

Updated : Jun 27, 2022, 12:47 PM IST

તાજેતરમાં, જર્નલ 'નેચર કોમ્યુનિકેશન્સ'માં પ્રકાશિત સંશોધનમાં ઉલ્લેખ છે કે, આલ્કોહોલનું સેવન ભલે ગમે તેટલું ઓછું હોય, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક (Health effects of alcohol consumption) જ છે. યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સંશોધકોએ કરેલા સંશોધનમાં 36 હજારથી વધુ વયસ્કોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંશોધનના પરિણામોમાં માહિતી સામે આવી છે કે, પ્રતિદિન એક કે બે ડ્રિંક પીવાથી પણ વ્યક્તિના મગજમાં પરિવર્તન આવે છે. આ ઉપરાંત, આ રિસર્ચમાં એ પણ ઉલ્લેખ છે કે, વધુ આલ્કોહોલ પીવાથી મગજની રચનામાં થતા ફેરફારો (Alcohol bad for Mental Health) વિશે જણાવામાં આવ્યું છે. માહિતી એવી છે કે, લોકો વધુ આલ્કોહોલ પીવે છે તેમના મગજની રચના અને આકાર બદલાય છે, જેની અસર યાદશક્તિ પર પડે છે.

જાણો સ્ત્રી અને પુરૂષ કેટલી માત્રામાં આલ્કોલ કરી શકે

સંશોધનમાં લેખક ગિદોને જણાવ્યું હતું કે, "અભ્યાસમાં ઉપયોગમાં લેવાતા નમૂનાઓમાં બિયર પીનારાઓની વધુ સંખ્યાને જોતાં, સંશોધકોએ અડધોઅડધ પીવાના શરીર પર થતી અસરો (alcohol bad for health) પણ વિશ્લેષણ કર્યું હતું. સંશોધનના પરિણામોએ એ પણ માન્યતા આપી છે કે, આ અભ્યાસના તારણો મર્યાદિત માત્રામાં શરાબ પીવાના ફાયદાઓથી એકદમ વિપરીત છે. ઉલ્લેખનીય છે કે,નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમ મુજબ ,સ્ત્રીઓ દરરોજ એક પૈગનુ સેવન તથા પુરુષો બે પૈગનું સેવન કરી શકે છે, પરંતુ આ સંશોધનમાં જણાવાયું છે કે, આ મર્યાદા પણ મગજને નુકસાન પહોંચાડી શકે છે.

આલ્કોહોલનું સેવન અનેક અંગો માટે નુકસાન

આ પહેલા ઓછા કે વધુ માત્રામાં આલ્કોહોલના સેવનથી શરીરના અંગો પર થતી અસર અંગે કેટલાક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, આલ્કોહોલનું સેવન એકસાથે અનેક અંગોને નુકસાન પહોંચાડે છે. આ માત્ર લીવર અને હાર્ટને જ નહીં, પણ મગજને પણ અસર કરે છે. આલ્કોહોલની એક ચુસ્કી માત્ર 30 સેકન્ડમાં મગજમાં દારૂ લાવવા માટે પૂરતી છે. વર્ષ 2015માં પ્રકાશિત સંશોધનમાં એ પણ ઉલ્લેખ હતો કે, આલ્કોહોલનું વધુ કે ઓછું સેવન બન્ને શરીરને અસર કરી શકે છે.

જાણો આ મહત્વની બાબત વિશે

સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, "લિવરમાં એવા એન્ઝાઇમ હોય છે, જે આલ્કોહોલને તોડવામાં સક્ષમ હોય છે, પરંતુ સંપૂર્ણ રીતે નહીં". યકૃતનું કાર્ય શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવાનું હોય છે. આલ્કોહોલ પણ હાનિકારક પદાર્થોમાં આવે છે, પરંતુ આલ્કોહોલ પ્રથમ વખત લીવર સુધી પહોંચે છે પણ તે સંપૂર્ણપણે તુટતુ નથી. તેના લીધે તે શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે અને શરીરના અલગ-અલગ અંગો પર ફેરફારો અને અસર કરે છે.

આ પણ વાંચો: Animal to human transplantation: શું ભવિષ્યમાં પ્રાણીથી માનવ પ્રત્યારોપણ સફળ થઈ શકે છે?

ઇથેનોલ એ આલ્કોહોલનો નાનો પરમાણુ

સંશોધનમાં, હેલ્મુટ જાઇત્ઝે જણાવ્યું છે કે, ઇથેનોલ એ આલ્કોહોલનો ખૂબ જ નાનો પરમાણુ છે. જે લોહી અને પાણીમાં દ્રાવ્ય હોય છે. કારણ કે માનવ શરીરમાં 60 થી 70 ટકા પાણી હોય છે. જેમાં આલ્કોહોલ ઓગળીને આખા શરીરમાં ફેલાય છે અને મગજમાં સુધી પણ પહોંચે છે. મગજમાં પહોંચ્યા પછી આલ્કોહોલ મગજના ન્યુરોટ્રાન્સમીટરને અસર કરે છે. જેના કારણે નર્વસ સિસ્ટમના કેન્દ્રને અસર થવા લાગે છે.

વધુ પડતું આલ્કોહોલ પીવાથી શરીરમાં આ તત્વોની ઉણપ

એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે, લાંબા સમય સુધી વધુ પડતો આલ્કોહોલ પીવાથી પણ શરીરમાં વિટામિન B1 અને અન્ય પોષક તત્વોની ઉણપ થાય છે અને Wernicke-Korsakoff સિન્ડ્રોમ થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, "મગજમાં આલ્કોહોલની અસર ડિમેન્શિયાનું જોખમ (Dymentia Deases) પણ વધારી શકે છે." સાથે જ આલ્કોહોલ શરીરમાં 200થી વધુ બીમારીઓ ઉત્પન્ન કરી શકે છે.

વધુ પડતું આલ્કોહોલ ડિસર્થરિયાને આમંત્રણ આપે છે

અમેરિકન વ્યસન કેન્દ્રે આલ્કોહોલના મગજને થતા નુકસાન અંગે એક અહેવાલ પણ બહાર પાડ્યો હતો, જે મુજબ જે લોકો વધુ પડતું પીવે છે તેઓને ડિસર્થરિયા થવાનું જોખમ વધી જાય છે. ખરેખર આ એક એવી સમસ્યા છે, જેમાં પીડિતને શબ્દો બોલવામાં તકલીફ પડે છે. જો કે તે સામાન્ય રીતે મગજમાં ઇજા, મગજની ગાંઠ અથવા સ્ટ્રોકને કારણે થાય છે, પરંતુ લાંબા સમય સુધી વધુ પડતો આલ્કોહોલ પીવાથી મગજને નુકસાન થવાના પરિણામે કાયમી ડિસર્થ્રિયાનું જોખમ રહે છે.

અતિશય આલ્કોહોલ મન અને હૃદય માટે હાનિકારક

અતિશય આલ્કોહોલ મન અને હૃદય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જોન હોપકિન્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, વધુ પડતા આલ્કોહોલનું સેવન હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક જેવી હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ વધારે છે.

આ પણ વાંચો: Kidney problems: પુરુષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ થવાની સંભાવના

Last Updated : Jun 27, 2022, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.